________________
પ્રકરણ ૧૯ મું
હવે જે ત્યાર પછીના આચાર્યોએ મૂર્તિપૂજા ચલાવી હોય, તે શ્રી દેવ દ્વિગણિ ક્ષમાશ્રમણ, તે પછી સત્તાવીસમી પાટે થાય છે, માટે તેઓને પણ સાવદ્યાચાર્યમાં સામેલ કરવા પડશે અને તે વખતે બીજા સેંકડો આચાર્યોએ એકઠા મળીને ક્રોડ ગ્રન્થની રચના કરી, તે તમામ ગ્રન્થોને નિરર્થક માનવા પડશે. અને જો તેમ થાય, તે જૈન ધર્મ રહેશે જ ક્યાં ?
અલ્પ બુદ્ધિવાળે માણસ પણ સમજી શકે છે કે, દુકાળના વરસમાં નૈવેદ્યાદિ પૂજાનું ખર્ચ વધારવાને ઉપદેશ શી રીતે ચાલી શકે ? તે વખતે તે લોકે ખર્ચ ઘટાડવાના ઉપદેશને જ ગ્રહણ કરે.
વળી મૂર્તિ આગળ મૂકેલું અન્ન વગેરે સાધુને કામ ન આવે, એમ શું તે સમયમાં કોઈ નહોતું જાણતું ? સાધુ પોતાના સ્વાર્થ માટે એ ઉપદેશ કરે, તો પણ તે વખતનો શ્રી સંઘ તેને ન જ ચલાવી લે. વળી નૈવેદ્ય પૂજાદિ તે વખતે શરૂ થયા, તે મૂર્તિ તો આગળ હતી જ એમ સિદ્ધ થયું.
સાક્ષાત્ સરસ્વતી આદિ દેવીઓ તથા અન્ય દેવે જે મહાત્મા ઓની સેવામાં હર વખત હાજર રહેતા. તેવા શાસનપ્રેમી ધુરંધર આચાર્યોને સ્વાથી માનવા અને આજ -કાલના અ૬૫ બુદ્ધિવાળા માને નિઃસ્વાથ છે, એમ કહેવું એ કેટલું અસંગત છે.
જેમણે પ્રકાશેલા મૃતના અજવાળે આજે પણ અનેક ભવ્ય આત્માએ મોક્ષ માર્ગ પર ચાલી રહ્યા છે તેમને સાવદ્યાચાર્ય કહેવા એ તે સૂર્યને તિમિરવથી કહેવા જેવી વાત છે.
લાખ વરસની દષ્ટિગોચર થતી મૂર્તિઓ અને હજારો વર્ષ પહેલા લખાએલાં પુસ્તકે અપ્રામાણિક અને આધુનિક મન ઘડંત કલ્પનાઓ પ્રામાણિક? કઈ કાળે તેમ બની શકે નહિ.
શ્રી જિન પ્રતિમાની પૂજા-ભક્તિ હાલમાં શ્રદ્ધાળુ શ્રાવક વર્ગ તરફથી કરવામાં આવે છે તે માટે તથા પૂજા વખતે શ્રી જિનની પિંડ સ્થાદિ ત્રણે અવસ્થાઓનું આરોપણ કરવામાં આવે છે, તે માટે સેંકડો સૂત્રને આધાર છે. જેમાંના કેટલાંક સૂત્રેના નામ નીચે પ્રસ્તુત છે. એ સૂત્રો તથા તેના રચયિતાઓની પ્રામાણિકતા બાબતમાં કોઈનેય બે મત નથી.