________________
આત કર*
૨૦૨
પ્રતિમા પૂજન annum minn આચારેનું સેવન કર્યું છે. તેમાં ઉક્ત સાત ક્ષેત્રો પણ આવી જાય છે; કારણ કે આચારોમાં સાધમિકવાત્સલ્ય તથા પ્રભાવના એ બે આચાર પણ કહ્યા છે.
સાધર્મિક-વાત્સલ્યમાં સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા–એ ચાર ક્ષેત્રો જાણવાં. અને પ્રભાવનામાં શ્રી જિનબિંબ, શ્રી જિનમંદિર તથા શાસ્ત્ર એ ત્રણ ગણાય છે. -
આન દ, કામદેવાદિ શ્રાવકે ઉપરાંત પ્રદેશ રાજાએ પણ શ્રી જિનમંદિર કરાવેલ છે.
પ્રશ્ન ૭૪–આગળ અસંખ્યાત વર્ષોની પ્રતિમાઓ હોવાનું કહ્યું, પણ પુદ્ગલની સ્થિતિ તેટલા વર્ષની ન હોવાથી શી રીતે રહી શકે ?
ઉત્તર- શ્રી ભગવતી સૂત્રમાં પુદગલની સ્થિતિ બતાવી છે, તે દેવસહાય વિનાની સ્વાભાવિક સ્થિતિ વણ વેલી છે, પણ જેની દેવ રક્ષા કરે, તે તે અસંખ્યાતા વર્ષ રહી શકે છે. જેમ શ્રી જંબૂ દ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્રમાં લખ્યું છે કે
“ભરત ચક્રવતી દિગવિજય કરી ઋષભકૂટ પહાડ પર આવી, આગળ થઈ ગયેલા ચક્રવતીનાં નામ ભૂંસી નાખી, પિતાનું નામ લખે છે.
હવે વિચાર કરે કે- ભરત ચક્રવતી પહેલાં અઢાર કેડાછેડી સાગરોપમને ભરતક્ષેત્રમાં ધર્મનો વિરહ કહેલો છે, તે તેટલા અસંખ્યાતા કાળ સુધી મનુષ્યલિખિત નામ રહ્યાં કે નહિ ? જરૂર રહ્યાં.
તે પછી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ આદિની મૂર્તિઓ દેવતાની મદદથી રહે, તેમાં શી નવાઈ
ઋષભકૂટ આદિ પહાડ શાશ્વતા છે, પણ નામ તે અશાશ્વતાં છે. જે નામ પણ શાશ્વતાં હોય, તે તે ભૂંસી શકાય નહિ. વળી કઈ કહે કે, પૃથ્વીકાય તો ૨૨૦૦૦ વર્ષથી વધારે વર્ષ ન ટકે, તે શું દેવતા આયુષ્ય વધારવાને સમર્થ છે?
જવાબમાં કહેવાનું કે, મૂતિ એ પૃથ્વીકાય-જીવ નથી. પણ અજીવ વસ્તુ છે. તેને અનુપમ દેવશકિતથી અગણિત વર્ષે પર્યત પણ રાખી શકાય છે. કારણ કે જેન-શાસ્ત્રાનુસાર કેઈ પણ પુદ્ગલ દ્રવ્યને સર્વથા નાશ અનતા કાળે પણ થતું નથી. અર્થાત્ દ્રવ્યની અપેક્ષાએ તમામ પુદગલ શાશ્વતા છે, પર્યાયની અપેક્ષાએ અશાશ્વતા છે.
તારા પ્રેમ અપાય ?
*
*
-
-
-
-
આ
નાટક
",
1
-
-
-