________________
પ્રતિમાપૂજન
વધારે શુદ્ધિ ખીજું ખાસ કારણ એ છે કે. ઉત્તમ પુરુષાના શરીરના પુદ્ગલ પરમાણુએ ત્યાં ફેલાએલા હોય છે. તે સર્વે ઉત્તમ ભાવથી વાસિત હાય છે. ‘શિવમસ્તુ સવ જગતઃ'ની શુભ ભાવનાના લેપવાળા હાય છે. તેના ઉત્તમ લાભ ચાગ્ય યાત્રાળુઓને મળે છે.
૨૦૮
જે પુરુષાની મુક્તિ નિકટવર્તી કાળે થવાની હોય છે, તે ઉત્તમ પુરુષાના શરીરમાં ધ્યાનને પુષ્ટિ આપે એવા પુદ્દગલા એકત્ર થયેલા હાય છે. હવે તે પુરુષા તા નિર્વાણુ પામી ગયા, પણ તે પુદ્ગલેા તેમની નિર્વાણ ભૂમિમાં વિખરાએલા હોય છે અને તે આપણામાં દાખલ થાય છે. ઘણા કાળ વ્યતીત થઈ જવા માત્રથી તે સ પુદ્ગલેા કાંઈ નાંશ પામતા નથી.
r
આવી વિશુદ્ધ જગ્યા પર પુણ્યવાન સ્ત્રી-પુરુષાને આ નિ`ળ પુદ્ગલાને સ્પર્શ થતાં, બુદ્ધિ કેટલી બધી નિ`ળ થતી હશે, તેના ખ્યાલ તા અનુભવ કરવાથી જ આવી શકે છે.
આ રીતે ઘર કરતાં તીર્થં યાત્રામાં અનેકગણા લાભ મળે છે અને ધર્મ ધ્યાન અધિક સુગમ ખને છે. એટલે જ કહ્યું છે કે- શ્રી તી પાંથ રજસા, વિરજી ભવન્તિ (તી ક્ષેત્રના પથની રજના સ્પર્શે આત્મા કમરહિત બને છે.)
મને આ ક
પ્રશ્ન ૭૮– ભગવાનની પૂજા, પૂજકને હિતકારી છે, છતાં ચિંતામણિ-રત્નની જેમ તેનુ ફળ એકદમ અહીં જ કેમ મળતું નથી ?
ઉત્તર- આ વિષયમાં દીધ દૃષ્ટિથી વિચાર કરવાની જરૂર છે. દરેક વસ્તુને જે—જે કાળે ફળવાનુ હોય, તે તે કાળે તે ક્ળે છે. તેમાં ક્તિની ઉતાવળ કે અધીરાઈ કામ આવતી નથી.
ગ્
કહેવત છે કે, ‘ઉતાવળે આંબા પાકે નહિ.' અર્થાત્ આંખે કેરી તેના કાળે જ આવે છે. તે જ રીતે ખેતરમાં ખીજ વાવ્યા પછી તેના સમય પૂરો થયેથી જ અન્ન પાકે છે, પહેલાં નહિ.
ગર્ભસ્થિતિની પ્રાયઃ નવ માસ વીત્યા બાદ જ પ્રસુતિ થાય છે. વનસ્પતિ, ફળફૂલ પણ એકદમ પાકતાં નથી.
તે જ રીતે રાજા, ઇન્દ્ર પ્રમુખની કરેલી સેવા તત્કાળ નહિ, પણ સમય થયેથી જ ફળ આપે છે.
મંત્ર-તંત્ર પણ કોઇ હજાર જાપથી, કોઇ લાખ કે ક્રોડ જાપથી સિદ્ધ થાય છે.
* Ra