________________
જ 5
Ti
: duri+
r
*
*
*
પ્રકરણ ૨૦ મું
૨૦૭ શ્રી મહાકલ્પ સૂત્રમાં તીર્થયાત્રાના ઉત્તમફળનું વર્ણન છે, જે કે આપણે રહીએ છીએ, તે સ્થળે પણ દહેરાસરો હોય છે, પણ તીર્થ યાત્રામાં તે કરતાં વિશેષ લાભ રહેલો છે કારણ કે ઘરના વાતાવરણમાં સંકલ્પ-વિકલ્પાદિ સતત રહેવાથી, ચિત્ત ધર્મધ્યાનમાં સ્થિર રહી શકતું નથી, વળી નેકરી-ધંધાની ઉપાધિ પણ રહે છે. એક પિતાના જ ઘરને લગતા તુચ્છ વિચારોમાં ચિત્ત ખૂંપેલું રહે છે.
જ્યારે ઘર છોડીને તીર્થયાત્રાએ જવાથી તે સર્વ ઉપાધિઓ મહદ્દ અંશે છૂટી જાય છે. સાથે બીજા સ્વધર્મી બંધુઓ હોવાથી તેમની સાથે ધાર્મિક વાતોલાપથી મન પ્રફુલિત થાય છે. શાસ્ત્રનું જ્ઞાન મળે છે. માર્ગમાં અનેક સુજ્ઞ શ્રાવકને જેગ મળવાથી, નવીન શિક્ષા અને બોધ પ્રાપ્ત થાય છે.
તીર્થક્ષેત્રમાં જઈને રહેવાથી તીર્થ સંબંધી તારક વિચારો આવે છે. ત્યાં અનેક મહાનુભાવેને મળવાનો લાભ મળે છે તેમજ મહાત્મા
ને દશનને ઉત્તમ જોગ પણ ખાસ થાય છે અને પૂરતો સમય મળવાથી તેમને સાંભળવાને લાભ પણ મળે છે. દુન્યવી કામ ધંધે નહિ હોવાથી મન ઊંચું-નીચું થતું નથી પણ તેમને એકાગ્રતાથી સાંભળીને તે સદ્દબો ધમાં સારી રીતે રંગાય છે. ઘેર રહેવાથી આ બધા લાભ ભાગ્યે જ મળે છે. | તીર્થક્ષેત્રમાં શ્રી તીર્થંકરદેવ, ગણધર મહારાજા તથા બીજા ઉત્તમો ત્તમ પુરુષોના નિર્વાણ થયા હોય છે, તેથી તેની યાદ વારંવાર આવે છે ને તેમના ગુણાનુવાદ કરવાને ધન્ય અવસર પ્રાપ્ત થાય છે. તેથી બુદ્ધિ નિર્મળ થાય છે, તે પૂજ્ય પુરુષ જે રસ્તે ચાલી ગુણવંત થયા. તે રસ્તે ચાલવાની આપણને પણ ઈચ્છા થાય છે. તે વખતે આ સંસાર અસાર જેવા લાગે છે. તેથી સંસાર પર ઉદાસીનતા પેદા થઈ આમ ધ્યાન કરવાનું મન થાય છે. પરભાવ રમણતા ઓછી થાય છે.
જે-જે પ્રકારે આત્મવિશુદ્ધિ થઈ શકે, તે તમામ ઉપાયે યેજવાની કિમત તક, તીર્થક્ષેત્રમાં યાત્રિકને મળે છે, કેટલાક યાની પુરુષે પહાડની ગુફાઓમાં જઈ, એકાંતમાં બેસી સ્થિર થઈ, આત્મા તથા જડના વિભાગે તથા તે બંનેમાં રહેલી ભિન્નતાને વિચાર કરે છે, ધર્મધ્યાનમાં તલ્લીન બને છે અને શુકલ ધ્યાનાદિ ધ્યાઈ શકાય તે માટેનો અભ્યાસ કરે છે.
-
જન