________________
પ્રકરણ ૨૦ મું
૨૦૧
આ ઉપરાંત નીચેનાં સ્થળોએ પણ અનેક પ્રાચીન પ્રતિમાઓ વિદ્યમાન છે.
(૧૭) શ્રી ઘોઘામાં શ્રી નવખંડ પાર્શ્વનાથ. (૧૮) ફલધીમાં શ્રી ફલવૃદ્ધિ પાર્શ્વનાથ. (૧) શ્રી ભોયણીમાં શ્રી મલિનાથજી ભગવાન. (૨૦) શ્રી આબુના મંદિરમાં અનેક પ્રાચીન પ્રતિમાઓ છે.
(૨૧) શ્રી કુમારપાળ રાજાએ બંધાવેલ શ્રી તારંગાજી તીર્થનું ગગનચુંબી જિનાલય અને તેમાં બિરાજમાન શ્રી અજીતનાથ સ્વામીની વિશાળકાય ભવ્ય મૂર્તિ.
(૨૨) શ્રી વરકાણામાં શ્રી વરકાણું પાર્શ્વનાથ.
(૨૩) શ્રી સિદ્ધાચળજી મહાતીર્થ ઉપરના સેંકડો મંદિરે અને હજારે પ્રતિમાઓ.
(૨૪) શ્રી ગિરનારજી ઉપરનાં મંદિરે તથા સેંકડે પ્રતિમાઓ. (૨૫) શ્રી સમેતશિખરજી ઉપરના અનેક જિનપ્રાસાદ.
વળી બીજાં પણ અનેક શ્રી જિન મંદિરે અને મૂર્તિઓ, સ્થળસ્થળે, શ્રી જિનપૂજાની પ્રાચીનતા અને શાસ્ત્રીયતાને સચેટ ખ્યાલ આપે છે.
જે મૂર્તિપૂજાને નિષેધ હોત, તે ઉપર પ્રમાણે જિનમંદિર આદિના નિર્માણ પાછળ કરોડો રૂપિયા કેમ ખર્ચાત્ ? કોણ ખર્ચત? સૂત્રોમાં કોઈ જગ્યાએ પણ શ્રી જિનપૂજાનો નિષેધ નથી અને શ્રી જિનપૂજાની આજ્ઞા ઠેર-ઠેર છે. ___ “से कि त उवासगदसाओ? उवासगदसासुण उवासगाण णगराई उज्जाणाई चेइआई वणखडा, रायाणो अम्मापियरो समोसरणाई धम्मायरिया धम्मकहाओ इहलोइय परलोईयई ढिविसेसा ॥"
શ્રી ઠાણાંગ સૂત્રમાં શ્રાવક શબ્દને જ્યાં અર્થ કર્યો છે, ત્યાં “(૧) જિનપ્રતિમા (૨) જિનમંદિર (૩) શાસ્ત્ર (૪) સાધુ (૫) સાધ્વી (૬) શ્રાવક (૭) શ્રાવિકા–' એ સાતક્ષેત્રે ધન ખર્ચવાનો હુકમ ફરમાવ્યું છે તથા અન્ય સૂત્રમાં પણ તે સાત ક્ષેત્રે શ્રાવકને સેવવા યેગ્ય
બતાવ્યાં છે.
જ આનંદ વગેરે બાર વ્રતધારી, દઢ ધર્મનિષ્ઠ શ્રાવકો હતા. તેઓએ શ્રી ઉત્તરાધ્યયનના ૨૮મા અધ્યયનમાં કહ્યા મુજબ સમ્યકત્વના આઠ