________________
પ્રતિમા–પૂજન 'नमे स्तीर्थकृते तीर्थे वर्षद्रिक चतुष्टये ।
आषाढ श्रावको गौडो कारयेत् प्रतिमा प्रयम् ॥' આ લેખના હિસાબે તે ત્રણેય પ્રતિમાઓ પ૮૬૭૪૪ વર્ષ લગભગ પ્રાચીન છે.
(૯) રાજસ્થાનમાં આવેલા શ્રી નાદિયા ગામમાં ભગવાન શ્રી મહાવીરસ્વામીજી વિદ્યમાન હતા ત્યારે તેમની મૂર્તિ સ્થાપન થયેલી. જેને જીવિતસ્વામી કહે છે, તે આજે વિદ્યમાન છે.
(૧૦) સૌરાષ્ટ્રમાં આવેલ શ્રી મહુવા શહેરમાં પણ ભગવાન શ્રી મહાવીરસ્વામીજી વિચરતા હતા. તે વખતની ભરાવેલી તેમની પ્રતિમા છે.
(૧૧) જોધપુર પાસે એસિયા ગામમાં શ્રી વિરનિર્વાણ પછી ૭૦ વર્ષે સ્થાપન કરેલી શ્રી મહાવીર સ્વામી પ્રભુની મૂર્તિ શ્રી રત્નપ્રભસૂરિના હાથે પ્રતિષ્ઠિત થયેલી છે.
(૧૨) ભરૂચમાં શ્રી મુનિસુવ્રત સ્વામીના વખતની તેઓશ્રીની મૂર્તિ હતી. જેને લા બે વર્ષ થઈ ગયાં.
(૧૩) કચ્છમાં શ્રી ભદ્રેશ્વર તીર્થનું જે ભવ્ય અને અતિ પ્રાચીન જિનાલય છે તેના જીર્ણોદ્ધાર વખતે ખેદકામ થતાં જમીનમાંથી એક ત્રાંબાપત્ર જાળ્યું છે. જેના પર પ્રાચીન સમયને લેખ છે. તેમાં લખ્યું છે કે- તે દહેરું વીરસંવત ૨૩ માં બંધાવવામાં આવ્યું છે. જેને આજ લગભગ અઢી હજાર વર્ષ થઈ ગયાં.
(૧૪) બીકાનેરમાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથજીના મંદિરમાં ચોવીસ સે તથા તેથી વધારે વર્ષની સેંકડે પ્રતિમાઓ છે.
(૧૫) સર કનીગહામના પિતાના આઓિલેજીકલ રીપેટમાં મથુરામાં પ્રાપ્ત થયેલ કેટલીક મૂતિઓના લેખ પ્રગટ થયા છે જેની નકલે શ્રી તવ-નર્ણય-પ્રાસાદ નામના ગ્રન્થમાં છપાએલી છે. તે ત્યાં જોઈ શકાય છે.
(૧૬) સમ્રાટ સંપ્રતિએ વીરસંવત ૨૯૦ પછી સવાલાખ મંદિર બંધાવ્યા, છત્રીસ હજાર મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યા, સવાક્રોડ આરસની અને પંચાણું હજાર પીત્તળની મૂર્તિઓ ભરાવી. તે પૈકી ઘણી પ્રતિમાઓ હાલમાં રાજસ્થાન, ગુજરાત આદિ રાજ્યમાં વિદ્યમાન છે.
જરા
જ