________________
પ્રકરૢ ૧૫ મુ
૧૧૫
પ્રતિવ્રતા સ્ત્રી પતિના ફાટાના આદર કરે છે, પણ કાટા પાડનારનેા તેવા આદર કરે છે ખરી ? વળી શાસ્રો લખનારા લહીઆએ છે. છતાં પૂજનીય ગણાય છે ખરા ? નહિ જ. કારણ કે શાસ્રોન ઉદ્દભવ સ્થાન લહીઆઓ નથી, તેઓ તે માત્ર નકલ કરનારા છે.
તે
શાસ્ત્રો પૂજનીય હોવાના કારણે શાસ્ત્રકાર મહાત્માએ પૂજનીય ગણાય અને શાસ્ત્રકાર મહાત્માએ પૂજનીય હોવાના કારણે તેઓશ્રીએ રચેલાં શાસ્ત્રો પૂજનીય મનાય એ બરાબર છે. એ જ રીતે શ્રી જિનેશ્વરદેવા પૂજનીય હોવાના કારણે, તે તારકેાની પ્રતિમા પૂજનીય ગણાય પણ પ્રતિમાઆને ઘડનારા કારીગરા નહિ.
જો કે કોઈ પૂજય કે પ્રિય વ્યક્તિના ફોટા વગેરેને જેમ બને તેમ વધુ યથાર્થતાના ખ્યાલ આપે તેવા બનાવી આપનાર વ્યક્તિ, આનદ પમાડનાર અગર ઇનામને પાત્ર બને છે. તેમ શ્રી જિત મતિ ને પણ શ્રી વીતરાગતાની સુંદર છાયારૂપે ઘડી આપનાર કારીગર આનંદ પમાડનાર અને ઈનામને પાત્ર બને છે. પણ પૂજાને પાત્ર નથી બનતા અગાઉ કહી ગયા તેમ જેના ભાવ નિક્ષેપા પૂજનીય છે, તેના આકીના ત્રણ નિક્ષેપા પૂજનીય છે. શ્રી જિન મૂર્તિની પૂજનીયતા શ્રી જિનેશ્વરદેવાની ગુણમયતાના જ પ્રતાપે છે. એ વાતને સમજનારા આત્મા એ તે કદી પણ આવા કુતર્કો કરતા નથી.
પ્રશ્ન ૩૧ પ્રતિમા અજીવ છે, તે તેને કેમ પૂજાય ?
તમ
ઉત્તર જે દ્રવ્ય પૂજનિક હાય છે, તે સજીવ હા કે અજીવ હા, પણ પૂજનીય છે. જેમ કે દક્ષિણાવત શ`ખ, કામ કુ`ભ, ચિંતામણિ રત્ન, ચિત્રાવેલા વગેરે પદાર્થો અજીવ અને જડ હાવા છતાં લાકમાં પૂજાય જ છે. અને તેમને પૂજનારાઓના મનનું ધાર્યું સિદ્ધ પણ થાય છે.
જેમ એ અજીવ વસ્તુએ પેાતાના સ્વભાવથી પૂજનારાઓનુ હિત કરે છે, તેમ શ્રી જિન પ્રતિમા પણ તેને પૂજનાર આત્માને સ્વભાવથી જ શુભ ફળ આપે છે.
કામકુભ ચિંતામણિ રત્ન આદિ અજીવ પદાર્થો તેને પૂજનારાને જે શુભ ફળ આપે છે, તે તેા શ્રી જિન પ્રતિમા આપે જ છે. પણ તદુપરાંત ચિંતામણિ રત્ન આદિ પદાર્થોથી ન મળે તેવુ માક્ષકળ પણ