________________
૧૭૩ અને વિવિધ પ્રકારે શાસનેન્નતિનાં કાર્યો કરે છે તે તમામ કાર્યોને ધર્મ પક્ષમાં ગણશે અને માત્ર મૂર્તિપૂજા કર્યાંથી તેઓને અધમી ઠરાવવા પ્રયત્ન કરશે, તે તે કાર્ય તે અગ્ય (અનુચિત) ગણશે કારણ કે-પૂર્વોક્ત તમામ કાર્યોમાં જે દેવતાઓ ભગવાનની સ્તુતિ, ભજન,
મરણ, વૈયાવચ્ચ આદિ કરી ધર્મના મહિમાને વધારે છે, તે શું સિદ્ધાયતનમાં જઈ જિનપ્રતિમાની સામે તેથી વિપરીત કરતા હશે? અર્થાત્ -ભગવાનની નિંદા કરતા હશે ? અથવા એવાં બીજાં ક્યાં અધમ કૃત્ય કરતા હશે, કે જેથી તેમની કરેલ મૂર્તિ પૂજાને નિરર્થક અને અશુભ પક્ષમાં ગણવાનું મન થઈ શકે? શાસ્ત્રમુજબ તે તેઓ શુભ ભાવયુક્ત “નામ શુ નો પાઠ કહી સ્તુતિ કરે છે. નાટક, ગીતગાન, આદિ કરી પરમોત્કૃષ્ટ ગતિના બંધને બાંધે છે.
શ્રી આવશ્યક સૂત્રમાં કરવાનું જણાવાય' એ પાઠ કહી દેવતાની આશાતનાને “
મિચ્છામડુ” દેવામાં આવે છે તે રીતે મિચ્છામિ દુકાં દેઈ ફેર આ પ્રમાણે અવર્ણવાદ બલવા, એ ન્યાય કયાંનો ગણાય? શ્રી ઠાણાંગ સૂત્રના પાંચમા ઉદેશે કહ્યું છે કે–સમ્યગ્દષ્ટિ દેવેની આશાતના કે નિંદા કરવાથી જીવ ચીકણા કમ બાંધે છે અને દુર્લભબોધિ એટલે જિનધર્મની પ્રાપ્તિ તેને જન્માંતરમાં દોહિલી થાય છે. __"पंचहि ठाणेहिं जीवा दुल्लभबोहियत्तांए कम्म पकरेति त जहा-अरिहताणमवन्न पदमाणे १ अरिहतपणत्तस्सं धम्मस्स अवण पदमाणे आयारिय उवज्ज्ञायाण पदमाणे चाउवण्णसंधस्स अवण्ण बदमाणे ४ विविक्त बभचेराण देवाण अवन्न वदमाणे ५ ॥" - ભાવાથ–પાંચ સ્થાનકે જવ દુર્લભધિપણાનું કર્મ બાંધે અને જૈનધર્મની પ્રાપ્તિ દોહિલી કરે છે તે પાંચ સ્થાનકના નામ કહે છે–(૧) અરિહંત ભગવાનના અવર્ણવાદ-નિંદા કરવાથી, (૨) અરિહંત ભગવાને પ્રરૂપેલ ધર્મના અવર્ણવાદ બાલવાથી, (૩) આચાર્ય ઉપાધ્યાયના અવર્ણવાદ બોલવાથી, (૪) ચતુર્વિધ સંઘને અવર્ણવાદ બોલવાથી, તથા (૫) પાછલા ભવમાં પરિપૂર્ણ તપ તથા બ્રહ્મચર્ય શુદ્ધપણે પાળવાથી, દેવતાપણું પામ્યા એવા સમ્યગ્દષ્ટિ દેવાની નિંદા અવર્ણવાદ બોલવાથી જીવ દુર્લભધિપણાને ઉપાર્જન કરે. શ્રદ્ધા પૂર્વક જૈનધર્મની પ્રાપ્તિ ફરી મુશકેલ થઈ જાય.
તથા તે જ સૂત્રમાં કહ્યુ છે કે તેમના ગુણગ્રામ કરવાથી જીવે સુલભધિ અર્થાત જિનભાષિત ધર્મને સુખે કરી પામે છે.