________________
પ્રતિમા પૂજન
અહંકારથી આત્મિક ધનનું વ્યય :
કોઇ એક શાહુકારે પોતાના ત્રણ પુત્રાની બુદ્ધિની કસોટી કરવા માટે દરેકને હજાર-હજાર સાનામહારા આપીને કહ્યું, આ દ્રવ્યથી વેપાર કરી, નફા મેળવી તુરત પાછા આવજો.
૧૯૨
મોટા પુત્રે તા ગુમાસ્તા રાખી, આવતા-જતાની સારી રીતે ચાકરી કરી તથા સર્વને રાજી રાખી, પોતાના ધંધામાં ખૂબ ધન મેળવ્યું.
વચેટ પુત્રે વિચાર કર્યા કે, આપણી પાસે ધન ઘણું છે, તેા પછી તેમાં વધારા કરવાની શી જરૂર છે, મૂડી કાયમ રહે એટલે બસ ! આમ વિચારી તેણે અસલ રકમને આખાદ રાખી, ઉપલેા નફા ખાવા-પીવા તથા માજશાખમાં ઉડાવી દીધા.
ત્રીજા દીકરાએ મનમાં ચિંતવ્યું કે, પિતાના મરણ પછી તેમની અઢળક દોલતના અમે જ માલિક છીએ, માટે કમાવાની ચિતા શા માટે કરવી જોઈએ ? એવા અભિમાની ખ્યાલથી મૂળ રકમને પણ માજ શાખમાં ઉડાવી દીધી.
કેટલાક સમય પછી ત્રણે પુત્રો પિતા પાસે પાછા આવ્યા. તેમને સઘળી હકીકત પૂછ્યા પછી જે પુત્રે મૂળ પૂંજીને ઉડાવી નાખી હતી, તેને ઘરના કામકાજમાં તુચ્છ નાકર તરીકે રાખી, પેટ ગુજારા કરવાનુ કહ્યું. અને લક્ષ્મી પતિના પુત્ર તરીકેના ઉચ્ચ પદથી ભ્રષ્ટ કરીને નીચ નાકરના પદને લાયક બનાવ્યા.
વચેટ પુત્ર કે જેણે મૂળ ધન સાચવીને તેમાં કાંઇ વધારા નહેાતા - કર્યા. તેને થાડાક દ્રવ્યથી વ્યાપાર કરવાની આજ્ઞા કરી.
જ્યારે સથી બુદ્ધિમાન એવા મોટા પુત્ર કે જેણે મૂળ રકમ ઉપરાંત માટો નફો મેળવ્યા હતા, તેને ઘરના સવ ભાર્ સાંપીને ઘરના માલિક બનાવ્યા.
-
ઉપરના દૃષ્ટાન્તના સાર એ છે કે – અસલ મૂડી તે મનુષ્ય ભવ. તેમાં જેણે વધુ કમાણી કરી, તે ધમ માગે વધીને મહાન સમૃદ્ધિમાન ‘દેવગતિ અથવા સર્વાંત્કૃષ્ટ અક્ષય સ્થિતિ ક્રમશઃ પ્રાપ્ત કરનારા સમજવા. જેણે મૂળ ધન (મનુષ્ય ભવ) ને સાબૂત રાખ્યા, તે ફરી મરીને મનુષ્યાવતારમાં જ આબ્યા કાઇ વધ્યા - ઘટયા નહિ, એમ સમજવુ',
-