________________
પાપ
૧૮૮
પ્રતિમા પૂજન વંદનિક અને પૂજનિક છે. આવું જે દઢતાથી માને તેમજ તે માન્યતાને વફાદાર રહીને તદનુરૂપ આચરણ કરવામાં શક્તિ પવે નહિ તે સમ્યગૂ દષ્ટિ કહેવાય છે
એ રીતે શ્રી જિનપૂજા, એ સમ્યફવની કરણી છે. અને સમ્યકત્વ એ સઘળાં તેનું મૂળ છે. સમ્યકત્વ વગરની તમામ કરણ અફળ છે. માટે શ્રી જિનશાસનમાં વધારેમાં વધારે ભાર “સમ્યક્ત્વ” પદાર્થ ઉપર છે.
આ સમ્યકત્વને પામવા માટે શ્રી જિનપૂજાએ શ્રેષ્ઠ ઉપાય છે, તેના પ્રભાવે મિથ્યાત્વનું ઝેર ઝડપથી ઉતરવા માંડે છે અને આત્મા ખરે. ખર જેવો છે, તે ઓળખાવા માંડે છે.
પ્રશ્ન ૭૦ – તપસ્યા કરતાં તે અનેક લબ્ધિઓ ઉત્પન્ન થાય છે, પણ શ્રી જિન પ્રતિમાને પૂજવાથી કેઈને લબ્ધિ કે જ્ઞાન ઉત્પન્ન થયાનું સાંભળ્યું છે ?
ઉત્તર - શ્રી રાયપણી સૂત્ર, શ્રી ભગવતી સૂત્ર, શ્રી જીવાભિગમ સૂત્ર, શ્રી જ્ઞાતા સૂત્ર, શ્રી ઉવવાઈ સુત્ર શ્રી આવશ્યક સૂત્ર આદી ઘણું સૂત્રોમાં મૂર્તિપૂજાને કલ્યાણકારી, મંગળકારી તેમજ અંતે મોક્ષ આપનારી કહી છે. ચઢતે પરિણામે નિત્ય વિધિપૂર્વક શ્રી જિનપૂજા કરવાથી શ્રી તીર્થકર નામ કર્મની નિકાચના પણ થાય છે.
અન્ય દેવીની મૂર્તિની પૂજા વગેરે કરીને ઘણાએ એ ધન – ધાન્ય વગેરે પ્રાપ્ત કર્યાનાં દષ્ટાન્ત વિદ્યમાન છે, તે વીતરાગ જિનેવર દેવની મૂતિની આરાધનાથી મનોવાંછિત પ્રત્યેક લબ્ધિ પ્રાપ્ત થાય એ સ્વાભાવિક છે. એ માટેનાં દષ્ટાતે નીચે મુજબ છે :
(૧) અનાર્ય દેશમાં રહેનાર શ્રી આદ્રકુમાર શ્રી ઋષભદેવ સ્વામીની પ્રતિમાના દર્શનથી જાતિસ્મરણ જ્ઞાન પામી શૈરાગ્ય દશામાં લીન થયે. જેનું વર્ણન આજથી બાર વર્ષ પહેલાં લખાએલ શ્રી સૂયગડાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધના છઠ્ઠા અધ્યયનની ટીકામાં છે.
(૨) પરમાત્મા શ્રી મહાવીર સ્વામીજીના ચેથા પટધારી તથા શ્રી દશ વૈકાલિક સુત્રના કર્તા શ્રી શર્ય ભવસૂરિ શ્રી શાંતિનાથ પ્રભુજીની પ્રતિમાના દર્શનથી પ્રતિબોધ પામ્યાનું શ્રી કસૂત્રની થિરાવલીની ટીકામાં કહ્યું છે.