________________
પ્રકરણ ૧૯મું
૧૮૭
:
આરામ કાજ
: -1.
કઈ સચિત્ત યા અચિત્ત વસ્તુ દેવાધિદેવના સમવસરણમાં લઈ જઈ શકાય તેને આ રીતે શાન સાપેક્ષ દષ્ટિએ વિચાર કરવો જોઈએ. પણ એકાંત દષ્ટિએ વિચાર ન કરવું જોઈએ.
પ્રશ્ન ૬૮ – જે દ્રવ્ય પૂજા સાધુ કરે નહિ, તેને ઉપદેશ આપી બીજા પાસે કરાવવાથી શો ફાયદો ?
ઉત્તર – પંચ મહાવ્રત ધારિણી સાધ્વીને સાધુ નમસ્કાર ન કરે, વૈયાવચ્ચ ન કરે, પણ ઉપદેશ આપી શ્રાવકે પાસે આહાર અપાવે, બીજી સાથ્વીને કહી વૈયાવચ્ચ કરાવે તથા કરતાને ભલા જાણે. વળી સાધુ પોતાના દીક્ષિત શિષ્યને વાંદે નહિ, પણ બીજા પાસે વંદા અન્ય રીતે જોઈએ તે ગરીબોને દાન દેવું, સાધાર્મિક વાત્સલ્ય કરવું. તપસ્વીએને પારણું કરવવાં, મુનિરાજોને ખપતી વસ્તુઓ પૂરી પાડવી વગેરે ધર્મનાં ઘણાં કાર્યો સાધુ જાતે ન કરે, પણ શ્રાવકને તે કરવાને ઉપદેશ આપે અને તેની અનુમોદના પણ કરે, એ ન્યાયે સાધુ સર્વથા દ્રવ્યના ત્યાગી અને નિરારંભી હોઈને દ્રવ્ય પૂજા ન કરે. પણ ઉપદેશ દ્વારા કરાવે તથા અનુદે.
સાધુ જાતે શ્રાવકનાં કાર્યો કરવા જાય, તે પિતાની કક્ષાથી ભ્રષ્ટ થાય, એટલું જ નહિ. પણ ચર્તુવિધ શ્રી સંઘમાં ભયાનક અવ્યવસ્થા ફેલાઈ જાય. એટલે શ્રાવકને ઉચિત કાર્યો શ્રાવક કરે અને સાધુને ઉચિત કાર્યો સાધુ કરે, એવી શાસ્ત્રીય વ્યવસ્થા સ્થપાએલી છે. અને તેને જોળવવાથી ધમ જળવાય છે.
પ્રશ્ન ૬૯ - શ્રાવકના બાર વ્રતોમાંથી શ્રી જિનમૂર્તિની પૂજા – દ્રવ્ય પૂજા – યા વ્રતમાં છે?
ઉત્તર – જેના વગર સર્વ વ્રત નિષ્ફળ છે. એવું સમસ્ત શુભ ક્રિયાનું મૂળ જે સમ્યક્ત્વ તેન કરણીમાં શ્રાવકને ગૃહસ્થાવાસમાં રહેવા છતાં શ્રી જિનમૂર્તિની દ્રવ્ય-ભાવ પૂજા કરવાનું શાસ્ત્રોક્ત વિધાન છે. સર્વજ્ઞ, સર્વદર્શી, રિલેકપૂજ્ય શ્રી અરિહંત પરમાત્મા એ મારા દેવ છે. શ્રી અરિહંત પરમાત્માની આજ્ઞાનું વિવિધ પાલન કરવા પૂર્વક પંચમહાવ્રતનું રૂડી રીતે જતન કરતા સુસાધુ એ મારા ગુરૂ છે. અને કેવળી પ્રણિત ધર્મ એ મારે ધર્મ છે. આ ત્રણેય ચારે નિક્ષેપે મને