________________
૧૮૬
પ્રતિમા પૂજન
સન કે કાકા
-કા
.
.
અકથ્ય શક્તિના માલિક દેવતાઓ જળથળમાં ઉપજેલાં ફૂલેને લાવી, તેનાં વાદળ વિકુવી, એવી ખૂબીથી વરસાવે છે કે, જેથી કઈ મનુયના પગ તળે તે ન ચગદાય.
વળી સમવસરણમાં મધ્ય ગઢની દિવાલ પાસે ફલેની પંક્તિ એવી બનાવે છે, જેથી આવના૨–જનાર સાધુના પગ નીચે પણ તે ફૂલે આવે નહિં
જેમ બાગમાં ચારે તરફ લીલી ધરે હોય છે, પણ મધ્યમાં જવાઆવવાની કેડીઓ તથા ખૂલી જમીન હોય છે અને આવવા જવા માટે તે કેડીનો ઉપયોગ કરે છે. તેમજ ખૂલ્લી જમીન પર બેસે છે, તેમ ફલોની વર્ષા થવા છતાં સમવસરણ ભૂમિમાં એકત્રિત થયેલા સાધુએ વગેરે તરફથી તે ફૂલોના જીને કઈ કલામણ થતી નથી.
અચિત્ય શક્તિસંપન્ન શ્રી તીર્થંકર પરમાત્માના સહજ પ્રભાવને નજર સમક્ષ રાખીને વિચારવામાં આવે, તે કલામણને પ્રશ્ન તરત હલ થઈ જાય છે.
પ્રશ્ન ૬૭ – સમવસરણમાં સચિત્ત વસ્તુ બહાર મૂકીને જવું અને અચિત્ત વસ્તુ અંદર લઈ જવી, એવી આજ્ઞા છે, તેને મેળ કેમ મેળવે ?
ઉત્તર - સચિત્ત વસ્તુ બહાર છોડવી. એમ જે કહ્યું છે, તે પિતાના ઉપભોગની વસ્તુ સમજવી. પણ પૂજાની સામગ્રી નહિ. જે એકાંતે સચિત્ત વસ્તુને નિષેધ કરશે, તે મનુષ્યાદિની કાયા પણ સચિત્ત છે, તે અંદર લઈ જઈ શકાય. અને એમ થાય તો સમવસરણમાં કઈ જઈ શકે જ નહિ.
જીવ યુક્ત પદાર્થો સચિત્ત છે. જીવરહિત પદાર્થો અચિત્ત છે. એટલે સચિત્તને છેડી, અચિત્તને સમવસરણમાં લઈ જવાનું એકાંતે માનશે, તે રાજાને છત્ર, ચામર, છડી, તલવાર, મુકુટ તથા તમામ માણસેના પણ અચિત્ત હોવાથી અંદર લઈ જઈ શકાય. પણ તેની તો મનાઈ છે. તેથી સિદ્ધ થાય છે કે, પૂજાની સામગ્રી સચિત્ત હોય કે અચિત્ત હોય, પણ તેને સમવસરણમાં લઈ જવામાં કાંઈ બાધા ન લાગે.
કાજામ
*
*
.
આ
મજાજ Bive"