________________
૧૮૪
પ્રતિમાપૂજન
तदण्णे य लोगा सुहभागिणो हवति । एवं दव्वत्थए जइषि असं जमो तहावि तओ चेव सा परिणाम सुद्धी हवइ जाए अस जमो वज्जिय अण्ण' च निरवसेसंकम्मं खवेइत्ति तम्हा विरियाविरहि एस दव्वत्थओ कायव्वो सुभाणुबधी पभूयतरणिज्जराफलोयत्ति काऊणमिति । "
અર્થ :– જેમ કોઇ નવા નગરમાં જળની વિશેષતાને અભાવે ઘણા મનુષ્યા તરસે મરે, તેના નિવારણાર્થે કુવા ખાદ, તે વખતે તેમને વધુ તરસ વગેરે લાગે તથા કાદવ-માટીથી શરીર મિલન થાય; તે પણ તે ફૂં ખાદ્યા બાદ તેમાંથી નીકળેલ પાણીથી તેમની તરસ મટે તથા પ્રથમના લાગેલ કાદવ પણ દૂર થઈ જાય. ત્યાર બાદ હંમેશને માટે તે કૂવા ખાદનાર માણસો તથા અન્ય માણસે પણ તે પાણીથી સુખ ભોગવે. તેવી જ રીતે દ્રવ્યપૂજામાં જો કે સ્વરૂપમાં જીવવિરાધના જણાવે છે. તથાપિ ત પૂજાથી પરિણામની એવી તા શુદ્ધિ થાય છે, કે જેથી અસચમથી ઉત્પન્ન થયેલ એવા બીજા સ તાપે પણ ક્ષય પામે છે. અર્થાત્ સંસાર પાતળા કરવાનું તે સબળ કારણ બને છે. તેથી દેશિવરતિ કને જિનપૂજા શુભાનુ બંધી અને અત્યંત નિર્જરાના ફળને આપનારી
શ્રાવ
થાય છે.
ઉકત શાસ્ર-પાઠ તેના અર્થ અને ભાવા પર ચિંતન કરવાથી દ્રવ્યપૂજા કેટલી આત્માપકારી છે તે બરાબર સમજાય છે.
પાંચ જ કોડીનાં પુષ્પા વડે શ્રી જિનપૂજા કરતાં શ્રી કુમારપાળ મહારાજાના જીવે એવું ઉત્કૃષ્ટ પુણ્ય ઉપાર્જન કર્યુ કે, બીજા ભવમાં અઢાર દેશના રાજા બન્યા અને આગામી ચાવીસીના પ્રથમ શ્રી તીકરદેવના ગણધર બની, સ કર્મી ખપાવી માક્ષે સિધાવશે.
દ્રવ્યપુજા કરતાં થતી જણાતી સ્વરૂપહિંસા પર જેટલા ભાર કેટ લાક વર્ગ તરફથી દેવાય છે, તેટલા જ જો શુભ ભાવને ઉત્પન્ન કરવામાં ઉત્તમ દ્રવ્ય, અગત્યના જે ભાગ ભજવે છે તેના ઉપર દેવાય તે તે વને પણ વિવિધ ઉત્તમ દ્રવ્યો વડે શ્રી જિનપુજા કરવાની શુભ ભાવના જાગે એમ જરૂર કહી શકાય.
પ્રશ્ન ૬૬- શ્રી તીથ કરદેવના સમવસરણમાં દેવતાએ પુષ્પવૃષ્ટિ કરે છે. તે ચિત્ત હોય, તેા સાધુથી તેને સંઘટ્ટો કેવી રીતે થઈ શકે ?