________________
vvvv
પ્રેરક બોધક પ્રશ્નોત્તરી ૬૪–૭
૧૯ 0 પુષ્પ પૂજા અને હિંસા.
વ્યવહારની મુખ્યતા કે નિશ્ચયની ? T બારવ્રત અને જિનપૂજા. 0 સેકડો ગ્રંથમાં ઉપલબ્ધ પ્રતિમાપૂજનનાં વિધિવિધાન. 0 પૂજાથી લાભ પામનારનાં દ્રષ્ટાંતે.
પ્રશ્ન-૬૪ જીવને મારે, છ કાયને કુટો કરે, તે હિંસા છે તથા જીવ પર દયા લાવી તેને ન મારે, છ કાયની રક્ષા કરવી તે ધર્મ છે તો પછી જાણીને જીવહિંસા કરતાં ધર્મ કેમ સંભવે ? * ઉત્તર- આ પ્રશ્ન એકાંતવાદીને છે. પૂર્વે જે કામ સાધુ, સાધ્વી તથા શ્રાવકોને માટે કરવાની આજ્ઞા લેવાનું બતાવ્યું તેમાં શું હિંસા નથી ? અવશ્ય છે. પણ એ હિંસા માત્ર દ્રવ્યહિંસા છે. મારવાના પરિણ મથી કરેલી હિંસા નથી. તેથી તે હિંસા પાપકારી અર્થાત્ ભાવહિંસા ન ગણાય.
બાકી હિંસા તે શ્વાસોચ્છવાસ લેતાં હાથ-પગ ઊંચા-નીચા કરતાં અને ચાલતાં-બેસતાં થયા જ કરે છે. કોઈ પણ કાર્ય એવું પ્રાયઃ નથી કે જેમાં દ્રવ્ય હિંસા ન હોય,
હવે ઉપરનાં કાર્યોમાં હિંસા અજાણતાં થાય છે. એમ કહેવું એ પણ અગ્ય છે, કારણ કે આહાર નિહાર, વિહાર, આવશ્યક આદિ તમામ ક્રિયા જાણું જોઈને જ કરવામાં આવે છે. તેને અજાણતાં કરવાનું કહેવાથી તે તે ક્રિયા કરનારા સર્વે સાધુ શ્રાવક એ રીતે અજ્ઞાની ઠરશે કે, તેઓને કૃત્યાકૃત્ય ગમનાગમનની પણ ખબર નથી ! અને તેમ થાય છે તેઓ સમ્યગદષ્ટિ શી રીતે કહેવાય?
માટે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞામાં રહીને આજ્ઞા મુજબ જ દરેક કામ કરનાર મણિસ હિંસક નહિ પણ અહિંસક ગણાય, પાપી નહિ, પણ પુણ્યવાન ગણાય.
-
-
-