________________
પ્રકરણ ૧૮ મું
૧૭૫
થાય છે તેથી શંકા બાકીના અંગસૂત્રોમાં પણ થવી જોઈએ. અહી એટલું સમજવું અગત્યનુ છે કે સમુદ્ર જેવા અગીયાર અગ “એક લાટામાં સમાઈ જાય તેવા રહી ગયા છે પણ પાણી તા એ જ સ્યાદ્વાદમયે દ્વાદશાંગી રૂપ સમુદ્રનુ જ છે તેમાં જરા પણ ફેરફાર નથી. શ્રી મહાનિશીથ સૂત્ર પણ બાકીના સૂત્રોની માફક અક્ષરશઃ સત્ય છે. સમુદ્ર સમાન ગ ંભીર બુદ્ધિના ધણી પરોપકાર રત મહાન આચાર્યને શ્રી જિનપ્રતિમાના દ્વેષથી મૃષાવાદી ગણી કલ`ક લગાડવું, એ મહા અનુચિત છે. એક અક્ષર પણ સૂત્ર વિરુદ્ધ પ્રરૂપવાથી અનંત સંસારી થવાય, તા શુ' આ આચાર્યને પરભવના ડર મુદ્દલ નહોતા ? વળી શ્રી ॥ મહાનિશીથને લખાયાને આજ લગભગ ચૌઢસા વર્ષ થઇ ગયાં અને તેમાં શંકા કરનારાઓને તા આજ સા ખસે। વરસ થયાં છે ત્યારે વચલા હજાર બારસે વરસ સુધી કાઇ એવા કુતર્કો કરનાર પેદા કેમ ન થયા ? એ દરમ્યાન સેકડો આચાર્ય અને સાધુએ થઇ ગયા, જેએએ નિઃશંકણે એ સૂત્ર માન્ય કરી મસ્તકે ચઢાવ્યુ છે. માટે તેની પ્રમાણિકતામાં સંદેહ ભા કરનારા જ અપ્રમાણિક સિદ્ધ થાય છે.
timing
પ્રશ્ન ૬૧–શ્રી જિનેશ્વર ભગવાનને વંદન-નમસ્કાર કરવા રૂપ ભાવ પૂજાથી લાભ છે, તેા પછી પુષ્પ-લાદિ ચઢાવવાથી શા ફાયદો ? ઉત્તર-સાધુ લાકોની પૂજા પણ ભાવથી જ કરવી જોઇએ. સેકડા કાસ ગાડી, ઘેાડા, રેલ પ્રમુખ પર ચઢીને વંદન કરવા જવામાં શે ફાયદો છે? મન થકી ઘેર બેઠાં જ ભાવના ભાવી લેવી જોઈ એ. તથા આહાર, પાણી, વસ્ત્ર, પાત્ર, ઔષધ, ભૈષજ, ખાજેઠ, પાટ વિગેરેથી દ્રવ્ય પૂજા શા સારૂ કરવી જોઈ એ ? તેમાં તે પ્રત્યક્ષ હિંસા દેખાય છે. સાધુ આહાર કરે, ઠેલ્લે જાય, પેશાખ કરે, વરસાદની માસમમાં વરસતા વરસાદમાં મળમૂત્રને પરવે, એમ કરતાં અસંખ્યાતા જીવા યાવત્ પચેન્દ્રિય સુધીની હિંસા થાય, કદાપિ સાધુને અજીણુ સ`ખ ધી રોગ પેદા થતાં તેઆ દુઃખ પામે, પેટમાં એઇન્દ્રિયાદિ જીવા ઉત્પન્ન થાય અને નાશ પામે, એ સઘળું પાપ આહાર દેનારને કેમ નહિ લાગે ? વળી વજ્ર મેલું થાય, જી તથા લીખ વિગેરે પડી જાય, માટે એવી સાવદ્ય દ્રવ્યપુજા છેાડીને નિરવદ્ય વંદન ભાવથકી કેમ નથી કરવામાં આવતું ? જો કહેશેા કે-સાધુને દાન દીધાથી તેા એકાંત નિ રાખતાવી છે–તા પછી શ્રીજિનમૂર્તિની દ્રવ્યપૂર્જામાં કખંધ થાય, એમ કયા સૂત્રમાં કહ્યું છે ?