________________
૧૭૬
પ્રતિમા પૂજન વળી પૂજામાં વપરાતાં પુષ્પ વિગેરેના જીવ તે માત્ર એકેન્દ્રિય અવ્યક્ત ચૈતન્યવાળા છે. તેમાં તે તમે દોષ બતાવે છે અને સાધુને ઉષ્ણ અને મિષ્ટ ભંજન વહોરાવતાં, ઉઠ-બેસ કરતાં, સામે જતાં, પહોંચાડતાં વિગેરે ક્રિયામાં ઉપર કહ્યા મુજબ અનેક ત્રસ જીવોની હિંસા થઈ જાથ છે, છતાં તેમાં તમે નિજ રા બતાવો છે, એ ક્યાંને ન્યાય ગણાય ? એકેન્દ્રિયની હિંસા કરતાં બેઈન્દ્રિયને મારવામાં વિશેષ પાપ છે, એમ અનુક્રમે પંચેન્દ્રિયને મારવામાં અનંતગુણું પાપ છે, તે વિચાર કરે કે-સાધુને દ્રવ્ય દાન દેતાં વધારે પાપ કે શ્રી તીર્થકરની દ્રવ્યપૂજામાં વધારે પાપ ? જેમ સાધુને દાન દેવાને હુકમ અનેક સૂત્રોમાં છે, તેમ
શ્રી જિનેશ્વરની દ્રવ્યપૂજાને હુકમ પણ અનેક સૂત્રોમાં છે. જે વાતને નિષેધ નહિ તેને હુકમ જ સમજ. જેવી રીતે ગૃહસ્થ પણે રહ્યા થક મુનિને દાન દેવાનું છૂટે નહિ, તેમ દ્રવ્યપૂજા પણ ન છૂટે. એકને આદર કરવાને બીજાનો અનાદર કરે, તે સ્પષ્ટ પક્ષપાત સિવાય બીજું કાંઈ નથી : કારણ કે–સમ્યકત્વની કરણમાં સુપાત્રદાન અને જિનપૂજા, એ બને કાર્યોને સમાવેશ થાય છે. વળી એ પણ વિચારવા જેવું છે કેઈચ્છા રહિતને દાન આપવું ઉત્તમ છે કે ઈચ્છાવાનને દાન આપવું શ્રેષ્ઠ છે ? સકમને દાન આપવું છે કે અકમી એટલે કર્મ રહિતને દાન આપવું છે? વિચાર કરતાં સહેજે માલુમ પડશે કે-ઈચ્છાવાન કર્યું સાધુની દ્રવ્યપૂજા કરતાં પણ ઈચ્છા રહિત અને કર્મમલથી સર્વથા દૂર એવા શ્રી વીતરાગદેવની દ્રવ્ય પૂજા કરવી, ફળ-નૈવેદ્યાદિ વડે યથાયોગ્ય ભક્તિ કરવી, એ વિશેષ ફલદાયક છે. એ કારણે, શ્રી પ્રશ્નવ્યાકરણમાં દ્રવ્યપૂજાને ‘દયા’ શબ્દથી પણ સંબંધી છે તથા શ્રી આવશ્યકસૂત્રમાં પુષ્પાદિથી પૂજા કરતાં સંસારને ક્ષય થાય, એમ કહ્યું છે.
' પ્રશ્ન ૬૨-શ્રી પ્રશ્નવ્યાકરણમાં આઠ નામ દયાનાં આપ્યાં છે, તેમાં પૂજા પણ દયામાં કહી છે, પરંતુ તે ભાવપૂજા કેમ ન સમજવી ?
ઉત્તરઅહી ભાવપૂજા શું વસ્તુ છે, તે સમજવા જેવું છે. જે વખતે દ્રવ્યપૂજા કરવામાં આવે છે, તે વખતે દ્રવ્યપૂજા કરતાં કરતાં મનમાં જે શુભ પરિણામ ઉત્પન્ન થાય છે, તેનું જ નામ ભાવપૂજા છે. દ્રવ્ય વિના કેઈ કાળે ભાવ હોઈ શકે જ નહિ. જેમ રઈ કરી હોય તો જ તે આહાર રૂપ દ્રવ્યથી સાધુને દાન દેવાની ભાવના ભાવી શકાય છે અને તેને જ ભાવ કહેવાય છે. ખાલી ભાવના કોઈ
અરમાન પનાજન.