________________
૧૧૬
પ્રતિમા પૂજન
આપે છે માટે જેના ભંડારમાં ચિંતામણિ રત્ન આદિ પદાર્થો હોય છે, તે દેવે પણ શ્રી જિન પ્રતિમાની ભક્તિ કરે છે. તે આ પ્રશ્ન ૩ર-શ્રી જિન પ્રતિમા તે સામાન્ય કિંમતમાં વેચાય છે, તેને ભગવાન કેમ માની શકાય?
ઉત્તર-ભગવાનની વાણી પણ શ્રી આચારાંગ, શ્રી ભગવતી આદિ પુસ્તક દ્વારા થોડી થોડી કિંમતમાં વેચાય છે. તે પછી તેને પૂજનીય કેમ માની શકાય છે અને છતાં પૂજનીય મનાય છે, એ હકીકત છે. કારણ કે તેના પઠન શ્રવણ મનન દ્વારા ભવ્યાત્માઓને પરમાત્મ-સ્વરૂપને બોધ થાય છે. તે જ રીતે પ્રતિમા દ્વારા પણ ભવ્યાત્માઓને પરમાત્મસ્વરૂપનું જ્ઞાન થાય છે, તેથી તે પણ પૂજનીય જ છે.
શાસ્ત્રો કે જે કાગળ ઉપર શાહીથી લખાયેલાં છે, તેને પણ શાસ્ત્રોમાં સ્વયં ગણધર મહર્ષિએ એ “ભગવાન” કહી વંદન નમસ્કાર કરેલ છે, તે પછી એ શાસ્ત્રો જેના અંગભૂત છે, વાણીના પ્રકાશનારા શ્રી જિનેશ્વર દેવની પ્રતિમા વંદન નમસ્કાર કરવા લાયક હોય. તેમાં શંકા જ શી છે? શાસ્ત્રોમાં કહ્યું છે કે
નમો જંમr fજgિ' afમ લિપિને નમસ્કાર થાઓ ! “ગરાળ માવો” ભગવાન શ્રી આચારાંગ ઈત્યાદિ
સુલભ અને સામાન્ય કિંમતવાળી વસ્તુઓ પણ કેટલીક વખત પંચના સ્વીકારથી દુર્લભ અને કિંમતી બની જાય છે, તેમ છેડી કિંમતમાં મળતી પ્રતિમાઓ પણ અંજન શલાકા અને પ્રતિષ્ઠા વગેરે શુભ ક્રિયાઓ વડે અમૂલ્ય અને પરમ પુજનીય બને છે.
રાજ્યાભિષેક થવાથી જેમ સામાન્ય માણસ પણ રાજા ગણાય છે, પ્રજાના સત્કારને પાત્ર બને છે અને વિવાહ થયા બાદ સમાન્ય ઘરની કન્યાને પણ રાજરાણું કે મોટા ઘરની શેઠાણી ગણી શકાય છે, તેમ અલ્પ મૂત્યે મળતી પ્રતિઆઓ પણ શ્રી સંઘ દ્વારા વિધિપૂર્વક પ્રતિષ્ઠા થવાથી, સાક્ષાત્ પરમાત્મા તુલ્ય પુજનીય બને છે. તે પ્રશ્ન ૩૩–મૂર્તિ પરમાત્મા તુલ્ય હોય, તે તેને સ્ત્રીને સંઘટ્ટો કેમ? તથા તાળા કૂચીમાં શા માટે રાખવામાં આવે છે ?