________________
પ્રકરણ ૧૮ મું
૧૬૮ શ્રી શાતાસૂત્રમાં ફરમાવ્યું છે કે મહા મોહાંધ તેટલી પુત્ર મંત્રીને પાટિલ નામના દેવે ઘણું ઉપાય કરી ધમધ આપે, તેથી તેણે જૈન દીક્ષાને સ્વીકાર કર્યો તથા તે જ વેળા તે કેવળજ્ઞાનને પામ્યું.
ધર્મની આવી ઉચ્ચ લાગણી ધરાવનાર દેના હદયકમલમાં સમ્યકત્વ રોમેરોમ વ્યાપેલું હોય, તો જ આમ બની શકે. મિથ્યાત્વી દેવોને આવી સજજડ ધાર્મિક લાગણી હોઈ શકે નહિ.
આટલું જોવા અને જાણવા છતાં પણ, દેવતાની કરીને જે અધર્મ રૂપ માનશે, તે એક દેવતા તો તીર્થકર, સાધુ, શ્રાવકને ઉપદ્રવ કરે છે ને બીજે દેવતા ભક્તિપૂર્વક તેનું નિવારણ કરે છે–તે તે બંને દેવને એક સરખું ફળ મળશે કે જૂદું જુદું ? તમારા મત પ્રમાણે તે એક સરખું ફળ મળવું જોઈએ; ગોળ ને ખેળ એક જ ભાવે ખપ જોઈએ. પણ તેમ કદાપિ બને નહિ. વળી ઉપર બતાવેલ દેવોએ ઘણુ જણને ધર્મમાં પ્રવર્તાવ્યા છે. તેમને તથા કઈ શિષ્ય દેવપણે ઉપજી પિતાના પૂર્વના ગુરુને ચારિત્રથી પતિત અવસ્થામાં જોઈ પ્રતિબોધ કરે તે દેવને ધમી ગણશે કે અધમી ?
પ્રશ્ન ૫૯-દેવતાઓ તે ચોથે ગુણઠાણે હેવાથી, તેમની કરેલ મૂર્તિપૂજાને પાંચમા-છા ગુણસ્થાનકવાળા મનુષ્ય કેમ માન્ય કરે ? દેવે તે પોતાને જીત આચાર સમજી પૂજા કરે. તેમાં મુખ્ય કેમ હોય ? 1 ઉત્તર૦-ચોથે ગુણસ્થાનકે જીવ સમ્યકત્વને પામે ત્યારથી એટલે ચેથાથી ચૌદમાં ગુણસ્થાનક સુધી જીવેની ઘર્મશ્રદ્ધા એક સમાન હોય છે. શ્રદ્ધામાં જરા પણ ફેર હોતું નથી. જો કે તેમાં નિર્મલતા આદિને અંગે તફાવત હોઈ શકે છે, પણ તે તફાવતની વાત અહીં નથી. અહીં તો વાત એ છે કે–ચોથા ગુણસ્થાનકે અમૂક દેવાદિ વિષે શ્રદ્ધા અને આગળનાં ગુણસ્થાનકમાં તે તે વિષયમાં શ્રદ્ધાભેદ થતું હોય એમ છે જ નહિ. તે તે સ્થિતિમાં રહેલા છ અન્ય દેવ-ગુરુને ચારે નિક્ષેપ ત્યજનારા હોય, તેથી તેમને શ્રી અરિહંતદેવ ચારે નિક્ષેપે પૂજનીક રહે, તેમાં આશ્ચર્ય નથી, ચેથા ગુણસ્થાનકવાળા જીવને વ્રતપચ્ચકખાણ હોતા નથી અને પાંચમા ગુણસ્થાનકવાળાને હોય છે વિગેરે તફાવત છે. બાકી સમકિત તે બન્ને ને હેય જ. ભગવાને સમ્યગ્દષ્ટિ ઘણા દેવેને મોક્ષગામી અને એકાવતારી કહ્યા છે. જે તેઓ અધમી હોય, તે તેમને મુક્તિની પ્રાપ્તિ આટલી નિકટ કેમ સંભવે? તપ-સંયમની
-
પ
2
4
**
*
- -