________________
પ્રતિમાપૂજન - ભાવાર્થ-આ મનુષ્યભવમાં શ્રી વીતરાગપ્રણીત તપસંયમ સાધીને દેવકને વિષે દેવપણે ઉત્પન્ન થયા. - જે આ દેવને અધમ કહેશે, તે શું જિનાજના કહેલા તપ અને સંયમની તેઓએ અધમ થવા સારૂ સાધના કરી, હાલમાં સાધના કરે છે કે ભવિષ્યમાં સાધના કરશે? જે સર્વ દેવને અસંયતિ જ ગણશે, તે તપ-સંયમને સાધવાથી તે ઉલટા વીતરાગના ધર્મને ઈ દેવાનું અને મિથ્યાત્વમાં પડી જવાનું થશે તથા તપ-સંયમની ક્રિયા જ દુર્ગતિમાં લઈ જનારી થશે. હાલમાં આ ક્ષેત્રમાં મોક્ષ તે છે જ નહિ, ત્યારે મોટા મોટા ક્રિયાવાદિઓ અને તપ-સંયમ આચનારાએ શું દેવગતિમાં જઈ ઉલટા મિથ્યાત્વમાં પડી જશે ? માટે સર્વ દેવતાને અધમી કહેવા, એ ભય કર ભુલ છે.
સમ્યગ્દષ્ટિ દેવતાઓએ સાધુ તથા શ્રાવકને ઉપદેશ આપી જૈનધર્મમાં સ્થિર કરી, દુર્ગતિમાં પડતા કેવી રીતે અટકાવ્યા છે, તે નીચેનાં સૂત્રોની વિગતે ઉપરથી સમજાશે – - શ્રી નિરયાવલી સૂત્રમાં કહ્યું છે કે-મહા મિથ્યાવી સોમીલ તાપસ રાત્રીએ ધ્યાન લગાવી, નેતર જેવા કમળ કાષ્ઠની મુખમુદ્રા બનાવી, મુખમાં નાખી, બને છેડા કાને ચઢાવી, ઉત્તર દિશામાં મુખ રાખી બેઠે છે. ત્યાં એક દેવે આવી કહ્યું કે-“હે સોમીલ ! આ તારી પ્રવજ્યા (દીક્ષા) દુઃપ્રત્રજ્યા છે, માટે શ્રી જિનેશ્વર ભગવાને કહેલી સુપ્રવજ્યા અંગીકાર કર.” પણ સોમીલે તે ઉપર કાંઈ લક્ષ્ય ન આપ્યું. દેવ એમ પાંચ દિવસ સુધી કહેતે રહ્યો કે- “હે સોમીલ ! આ તારી દીક્ષા જૂઠ્ઠી છે. આ તારું કષ્ટ અજ્ઞાન કષ્ટ છે માટે વારંવાર વિચાર કર !” આવાં હિતનાં વચને વારંવાર સાંભળી સમીલે શુદ્ધ જનધર્મને માન્ય કરી, મિથ્યાત્વનું દુષ્કૃત આલેવી, શુદ્ધ તપ-જપ અને સંયમનું આરાધન કર્યું. અને તે મહાશુક્ર દેવવિમાનમાં ઉત્પન્ન થયે તથા આગામી ભવે મોક્ષે જશે. તે દેવે ભગવાન શ્રી મહાવીર પરમાત્મા સન્મુખ નાટક પણ
શ્રી ઉપાસકદશાંગ સૂત્રમાં ગોંચાલક મતના ઉપાસક સદ્દાલપુત્રને દેવતાએ શ્રી મહાવીરસ્વામી પાસે જવાને ઉપદેશ કરી ધર્મમાં દઢ કર્યો તે વિચારે કે જે તે દેવ સમ્યગ્દષ્ટિ ન હોત, તે શ્રી મહાવીર પ્રભુ પાસે શા માટે મોકલત ?