________________
પ્રતિમા પૂજન આ રીતે વિવેકપૂર્વક વિચારવાથી સમજી શકાય તેમ છે કે, શ્રી જિનેશ્વરની મૂર્તિપૂજામાં પણ ચારે પ્રકારના ધર્મ એક સાથે આરાધાય છે.
પ્રશ્ન ૫૦- આજે રવિ યા એ સૂત્ર વચન છે, તેથી દયામાં જ ધર્મ છે, પણ આરંભમાં નહિ. શ્રી જિનપૂજામાં તે આરંભ થાય છે તેથી ધર્મ કેમ હોઈ શકે ?
ઉત્તર- માત્ર એક પદ બેલી, બાકીની ગાથા છોડી દેવાથી અને અનર્થ થાય છે. આખી ગાથાનો પૂર્વાપર સબંધ મેળવી તે અર્થ કરવાથી જ સત્ય પદાર્થનું યથાર્થ જ્ઞાન થાય છે, તે આખી ય ગાથા એવા અર્થને જણાવનારી છે કે
આરંભમાં દયા નથી, સફઆરંભ વિના મહા પુણ્ય નથી, પુણ્ય વિના કર્મની નિજ નથી, અને કર્મની નિર્જરા વગર મોક્ષ નથી”
એવું કયું કામ છે કે, જેમાં આરંભ અર્થાત્ દ્રવ્યહિંસા ન હોય? પણ ક્રિયાની પ્રશસ્તતા અને અપ્રશસ્તતા તથા તે સમયને આત્માને ભાવ વગેરે ખાસ વિચારવું જોઈએ.
શુભ ભાવમાં રહેવાથી આરંભ છતાં પાપ ન હોય-એ માટે શ્રી ભગવતી સૂત્ર ફરમાવે છે કે
શુમ ઝોન વડુત્ર સામો ” અર્થાત્- જ્યાં મન, વચન, કાયાના શુભ જોગ હોય, તેવા આરંભને શ્રી તીર્થકર દેવ અનારંભ કહે છે. તેથી કર્મબંધન હોય નહિ. - સાધુ નદી ઉતરે, વિહાર કરે. ગોચરી કરે, પડિલેહણા કરે, વગેરે કાર્યો જાણી જોઈને કરે છે. અગર અજાણપણે કરવાનું કહેશે તે મહા દેષ લાગશે, કારણ કે સાધુને કરવા, નહિ કરવા યોગ્ય કાર્યની ખબર જ નહિ હોય, તે પછી તે શંકારહિત સમ્યગ્ર દષ્ટિ શી રીતે કહેવાશે? જેમ તે કામમાં ભગવાનની આજ્ઞા છે, ને સાધુ શુભ ભાવમાં વર્તતા તે કામ કરે છે, માટે કર્મ બાંધે નહિ, તેમ શ્રાવકને પણ દ્રવ્યપૂજામાં તથા સાધુને આહાર વહેરાવવામાં શ્રી જિનાજ્ઞાનું પાલન છે, તેથી તે કાર્યો ધર્મના અંગભૂત છે તેમાં જે કે હિંસા દેખાય છે, તે પણ તે સ્વરૂપ-હિંસા હોવાથી તથા પરિણામ હિંસાના નહિ, પણ દેવ-ગુરૂની ભકિતના હોવાથી અનારંભી છે. - અહીં એમ કહેશે કે– દ્રવ્યપૂજામાં તે પ્રત્યક્ષ હિંસા જણાય છે, તેથી તેમાં ધર્મ કેમ સંભવે ?તે આ વચન પણ વ્યાજબી નથી. પ્રત્યક્ષ જીવને
અરજન