________________
-
-
-
-
-
૧૫ર.
પ્રતિમા પૂજન પુસ્તક વગેરે રૂપી પદાર્થો ગ્રહણ કરે છે. કાયા એ પુદગલ છે, તેને પણ તેઓએ ધારણ કરેલ છે. આહાર-પાન વગેરે પણ તેઓ કરે છે. શિષ્ય સમુદાય પણ તેઓને હોય છે. આ સર્વ રૂપી પુદગલો જ છે, તે બધાને જે પરિગ્રહ જ ગણશે, તે સાધુએનું પાંચમું મહાવ્રત સર્વથા નષ્ટ થયું જ સમજવું પડશે અને કોઈ પણ સાધુને મોક્ષ થઈ શકશે જ નહિ. પરંતુ આજ સુધીમાં અનંતા સાધુઓ મોક્ષે ગયા છે અને જશે. માટે જેમ સાધુ-પુરુષો પાસે પૂર્વોક્ત વસ્તુઓ હોવા છતાં પણ તેઓ તેમાં લુબ્ધ અને મમતાવાળા નહિ હોવાથી અપરિગ્રહી જ કહેવાય છે, તેમ શ્રી વીતરાગ પરમાત્મા પણ અપરિગ્રહી જ છે.
મરૂદેવી માતા હાથીની અંબાડીમાં બેઠેલા હોવા છતાં, કરડેના અલંકારો પહેરેલા હોવા છતાં તેમને આંતરિક મોહ ઉપશમતાંની સાથે જ કેવળજ્ઞાન થયું તથા છ ખંડના સ્વામી ભરત ચકવતીને ગૃહસ્થાવાસમાં કેવળજ્ઞાન ઉત્પન્ન થયું, તેથી કેવળ બાહ્ય પદાર્થોના વેગને જ પરિગ્રહ કહી શકાતું નથી.
અબાદ્ય પદાર્થોના વેગને જ પરિગ્રહ કહીએ, તો એક ભિક્ષુક કે જેની પાસે પહેરવા વસ્ત્ર કે ખાવા અન્ન અથવા ફૂટી કેડી પણ નથી, તેને તે પરમ નિષ્પરિગ્રહી અને મહાત્યાગી સમજવું જોઈએ, પણ તેમ તે કઈ માનતું નથી. કારણ એ છે કે-તે ભિક્ષુક પાસે બાહ્ય પદાર્થો નહિ હોવા છતાં, અત્યંતર પરિગ્રહ જે તૃષ્ણ, તે તે છે. જ, તેથી તેનું કલ્યાણ થતું નથી. આથી સિદ્ધ થાય છે કે ઈચ્છા, તૃષ્ણા વગેરે પાપના પગલે સૌ સૌના પિતાની પાસે જ રહે છે, તેની આપ-લે થઈ શકતી નથી. એટલે જે નિષ્પરિગ્રહી છે, અંત્યંતર તુચ્છ રહિત છે, તે બીજાને કર્યો પરિગ્રહી થતા નથી. તેમ શ્રી વીતરાગને ભક્તિ નિમિત્તે દ્રવ્ય ચઢાવવાથી વીતરાગ પરિગ્રહી બની જતા નથી.
પ્રશ્ન :- દાન, શીલ, તપ અને ભાવના–એ ચાર પ્રકારનો ધર્મ છે. તેમાં મૂર્તિપૂજા કયા પ્રકારના ધર્મમાં આવે છે ?
ઉત્તર-મૂર્તિપૂજામાં ચારે પ્રકારના ધર્મ મજુદ છે. તે નીચે પ્રમાણે
પ્રથમ સુપાત્ર દાન ધર્મ–તેના બે ભેદ છે: (૧) અકમી (કમરહિત) સુપાત્રદાન (૨) સંકમી સુપાત્રદાન પાત્ર પણ બે પ્રકારના છે. એક રત્નપાત્ર તથા બીજું સુવર્ણપાત્ર. શ્રી તીર્થંકર પરમાત્મા અને શ્રી સિદ્ધ પરમાત્મા કર્મરહિત, આશા-તૃષ્ણ રહિત રત્નપાત્ર છે. તેમને ઉત્તમ પદાર્થો અર્પણ કરવા, તે અકમી સુપાત્રદાન ગણાય.
એ
જ, *
*
*
*
* * * *
નં
.
8