________________
પ્રકરણ ૧૮ સુ
૧૬૩
“જ્યારે દ્રૌપદીની પાસે નારદ મુનિ આવ્યા, ત્યારે તેમને અસંયતિ, અવિરતિ, અપચ્ચક્ખાણી જાણી માન ન દીધું, ઉભી થઇ નમસ્કાર પણ ન કર્યું.”
તથા તેજ સૂત્રમાં જણાવ્યુ છે કે-“પદ્મોત્તર રાજાના અંતઃપુરમાં રડી થકી હુ મેય. છઠ્ઠું, આયંબીલ આદિ તપસ્યા કરતી આત્માની ભાવના ભાવતી.”
એ પ્રમાણે શુદ્ધ શ્રાવિકા વગર કેાણ કરી શકે ? શ્રી ભગવતીજીમાં જઘન્યથી એક પણ વ્રત કરનારને શ્રાવક રહ્યા છે તથા તે સૂત્રમાં પચ્ચક્ખાણને ઉત્તરગુણમાં લખેલ છે. શ્રી દશાશ્રુતસ્કંધમાં વત્તળલાવવા” કહેતાં સમ્યક્ત્વધારી જીવને પણ શ્રાવક ગણ્યા છે તથા શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્રની વૃત્તિમાં દ્રૌપદીને પરમ શ્રાવિકા કહી છે, કોઈ પણ ઠેકાણે એમ નથી કહ્યું કે- વિવાહ પહેલાં તે દ્રૌપદી મિથ્યાર્દષ્ટિ હતા અને ત્યાર પછી તે સમ્યગ્દષ્ટિ થઈ.’ આથી સિદ્ધ થાય છે કેતેણી બાલપણાથી માંડીને ઠેઠ સુધી દૃઢ શ્રાવિકા તથા ચૂસ્ત સમ્યગ્દષ્ટિ હતી, તથા નિયાણાથી તેને ધમ કાય માં કાંઈ ખાધા પહોંચી નથી.
શકા-સ્ત્રીએ કરેલ પૂજા શી રીતે પ્રમાણ કરી શકાય ? સમાધાન-એ માન્યતા કબૂલ રાખવામાં આવે, તેા ચારિત્ર પાળનાર સાધ્વી સ્ત્રીની સમ્યક્ત્વની કરણી પણ માનવા લાયક નહિ ગણાય. સ્ત્રીએ ગ્રહણ કરેલ સંચમ પણ નિરર્થક થશે. અને તેમ માનવા જતાં ચતુવિઘ સંઘના એક પાયા જ તૂટી જશે. શાસ્ત્રકારાએ તા અનેક સ્ત્રીએ ઉત્તમ પ્રકારે ધર્મોની આરાધના કરીને માક્ષે ગયાનુ લખ્યુ છે.
મરૂદેવી માતા આ અવસર્પિણીમાં સૌથી પહેલાં સિદ્ધ થયાં છે. શ્રી મલ્લીનાથસ્વામી સ્રીરૂપે તીર્થંકર થયા છે. ચંદનમાલાએ શ્રી મહાવીર પ્રભુના અભિગ્રહ પૂર્ણ કર્યાં છે. ઈત્યાદિ અનેક પ્રશંસનીય કાર્યા આ કાલચક્રમાં સ્ત્રીઓએ કરેલાં છે. તથા પુરૂષોને તેા પૂજાની સામગ્રી મળવી સુલભ છે, પણ સ્ત્રીઓને દુલ ભ હેાવા છતાં દ્રૌપદીએ પૂજા કરી છે, તેથી તેના શુભ કાર્યની શાસ્ત્રકર્તાએ વિસ્તારથી પ્રશ'સા કરી છે. તે ઉપરથી પુરુષાએ તેા પૂજાના કાને અવશ્ય આદરવું જોઈએ, એમ સિદ્ધ થાય છે.
પ્રશ્ન ૫૬-દ્રૌપદીની પૂજાને માટે સૂર્યાભ દેવની ભલામણ કરી, ત્યારે કાઈ શ્રાવકની કેમ ન કરી ?
ઉત્તર॰ શાસ્ત્રકાર મહારાજા શ્રી દેવદ્ધિ ગણિ ક્ષમાશ્રમણુ મહારાજે શ્રી રાયપસેણી સૂત્રમાં સૂર્યભ દેવના અધિકારે શ્રી જિનપ્રતિમાની