________________
પ્રકરણ ૧૮ મું
૧૯ પૂર્વે કરેલ અનુચિત કામથી આ ભવના મહિનામાં લેશમાત્ર ક્ષતિ પહોંચતી નથી.
પ્રશ્ન -પર-પાંચ પતિ કરનારી દ્રૌપદી શ્રાવિકા કેમ ગણાય?
ઉત્તર–તીર્થકર, વાસુદેવ, ચક્રવતી, અન્ય રાજા-મહારાજાઓઅને શેઠ શાહુકારને હજારો રાણીઓ અને સ્ત્રીઓ હોવા છતાં, શાસકારોએ તેમને સ્વદારાસતેલી. પરમ સમ્યગ્દષ્ટિ શ્રાવકો ગણેલા છે, તથા ઘણા તે તે જ ભવે મોક્ષે ગયા છે. તે ન્યાયે દ્રૌપદીએ પૂર્વકૃત નિયાણાના પ્રભાવથી, પંચની સાક્ષીએ, અનાસક્ત ભાવે પાંચ પુરુષો સાથે વિવાહ કર્યો, તેથી તેના શીયલવ્રતને કોઈ નુકશાન પહોંચી શકતું નથી કારણ કે-શાસ્ત્રકારોએ તેણીને મહાસતી કહી છે. દ્રૌપદીને દાખલ નિયાણના પ્રતાપે એક અપવાદ રૂપ હોઈ, અન્ય સ્ત્રીઓ તેનું અનુકરણ કરી શંકે નહિં.
પ્રશ્ન-૫૩-વિવાહ પ્રસંગે દ્રૌપદીએ ચગ્ય વર મળવા સારૂ કામદેવની પૂજા કરી છે, જિનપ્રતિમાની નહિ-એમ કેટલાક કહે છે તે બરાબર છે ?
ઉત્તર વિચારવાનું એ છે કે-મહાન ઋદ્ધિમાનનિર્મળ સમ્યકત્વને ધણી અને એકાવતારી એ જે સૂર્યાભ દેવ તેણે કરેલી શ્રી જિનપ્રતિમાની પૂજાની વિધિની ભલામણ દ્રૌપદીની પૂજાના અધિકારમાં કરવામાં આવી છે : તે જેમ સૂર્યાભ દેવ સમ્યગ્દષ્ટિ, તેમ દ્રપદી પણ સમ્યગ્દષ્ટિ જ સિદ્ધ થાય છે. તથા સુર્યાભ દેવે જેમ શ્રી જિનમૂર્તિની સત્તર ભેદે પૂજા કરી, તે પ્રમાણે દ્રૌપદીએ પણ શ્રી જિનપ્રતિમાની જ સત્તર ભેદે પૂજા કરી એમ જાણવું ? કારણ કે-સમ્યગ્દષ્ટિ તથા મિથ્યાષ્ટિના દેવપૂજનની વિધિ તથા ભાવનામાં ઘણું તફાવત છે, તેથી ભલામણવાળી બંને વ્યક્તિઓ એક જ ધર્મને પાલનારી હોય તે જ ભલામણ થઈ શકે. અન્યથા, એક બીજાની ભલામણ ઘટે જ નહિ.
દ્રૌપદીએ કામદેવાદિ જેવા કઈ મિથ્યાત્વી દેવની પૂજા કરી હોત, તે ભલામણ તેવા મિથ્યાત્વી પુરૂષની પૂજાની આપવી જોઈતી હતી, પરંતુ અહીં તે સૂર્યાભ જેવા દઢ સમક્તિધારી દેવાની ભલામણ કરી છે, તે પછી દ્રૌપદીને પણ સમ્યક્ત્વધારી શ્રાવિકા કહેવામાં શું વાંધે છે?
- તથા ગ્ય વરની પ્રાપ્તિ સારૂ પૂજન કર્યું હોય, તે સ્તુતિ આ પ્રમાણે કરવી જોઈએ કે “હે કામદેવ ! મને તમારી સેવાથી ખૂબસૂરત