________________
૧૫૬
પ્રતિમા પૂજન હિંસા તે સ્પષ્ટ પણે રહેલી જ છે. એટલે સાધુ જે ઉપર જણાવ્યા મજબનાં આજ્ઞાવિહિત કાર્યો કરે, તે તેથી તેમનાં મહાવતનું ખંડન થશે કે નહિ? તથા ખાતાં, પીતાં, ઉઠતાં, બેસતાં પણ તમે કહે છે, તેવી હિંસા તે થાય જ છે, તે તે હિસાબે તેઓ હિંસક કે અહિંસક?
ભગવાને તો એ પ્રકારે જીવને ઘાત થવા છતાં પણ તનાવાન સાધુઓને આરાધક કહ્યા છે. ધર્મનિમિત્તે શુભ ભાવે કઈ કામ કરતાં હિંસા થાય, તે પણ શાસ્ત્ર તેમાં વિરાધકપણે માનેલું નથી.
સાધુને જ્યારે આ પ્રમાણે અધિક લાભ જાણીને હિંસાયુક્ત લાગે તેવાં પણ કાર્યો કરવાની આજ્ઞા છે, તે પછી શ્રાવકને ધર્મ નિમિત્તે આરંભ કરતાં પાપ લાગે. એમ કેમ બને! તેવાં કાર્યોને તો ભગવંત શુભાનુબંધી કહે છે. જેમ કે. (૧) સુર્યાભદેવના સામાનિક દેએ ભગવાનને સમવસરણ વગેરે રચી ભકિત કરવા ઈચ્છા બતાવી, ત્યારે ભગવાને કહ્યું કે “તમારે એ ધર્મ છે. મેં તથા બીજા તીર્થકરોએ અનુજ્ઞા આપેલ છે ! ” વગેરે. એક
જન પ્રમાણ જમીને સાફ કરવામાં અસંખ્યાતા વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય તથા બીજા જીવજંતુ આદિને સંહાર થઈ જાય, છતાં ભગવાને તે તેમાં દેવતાઓની ભક્તિને પ્રધાન ગણી આજ્ઞા આપી છે.
(૨) શ્રી રાયપાસેણી સૂત્રમાં ચિત્ર નામે પ્રધાન કપટ કરીને ઘોડા દેડાવી, પ્રદેશી રાજાને શ્રી કેશી ગણધર મહારાજા પાસે ઉપદેશ પમાડવા લઈ ગયે. તેમાં અનેક જીવોની હિંસા થવા છતાં શુદ્ધ પરિણામી હેવાથી, તેને “ધર્મની દલાલી કહી છે, પણ પાપદલાલી” કહી નથી.
* (૩) તેવી જ રીતે શ્રી કૃષ્ણ દીક્ષાની દલાલી કરી, તેને પણ “પાપ દલાલી ન કહેતાં “ધર્મદલાલી” જ કહી છે.
(૪) શ્રી જ્ઞાતાસુત્રમાં સુબુદ્ધિ પ્રધાને જિતશત્રુ રાજાને સમજાવવા માટે ગંદા પાણીને સાફ કરવા હિંસા કરી, તે પણ ધર્મને માટે કહી છે.
(૫) કઈ શ્રાવક સાધુને વંદના કરવા, તથા વ્યાખ્યાન સાંભળવા દૂરથી ગાડીમાં બેસી વરસતા વરસાદે આરંભ કરતો આવ્યા, સામાયિક કરી સાધુની વાણીને લાભ ઉઠાવે, તેમાં પાપ કે પુણ્ય ?
(૬) કેઈ દીક્ષા લેવાને અભિલાષી છે, તેને એઘા, મુહપત્તિ, વસ્ત્ર, પાત્રની જરૂર છે. તે કઈ શ્રાવક આપે, તે તેમાં ધર્મ કે એધર્મ?