________________
નના, એના કરે
૧પ૦
પ્રતિમા પૂજન | ઉતર- નેવેદ્ય કાંઈ મુતિને ખાવા માટે નથી ધરાવાતું. કિંતુ પૂજક પુરૂષ પોતાની ભકિત માટે તે ધરે છે. પૂજ્યને તેમાં કઈ પ્રયોજન નથી. મૂર્તિ ખાતી નથી, તેથી પ્રભુ સન્મુખ એ ભાવના ભાવતાં નેવેદ્ય આદિ ધરવાનાં છે કે “હે પ્રભે! આ૫ નિર્વેદી તથા સદા અનાહારી છે. આપની પાસે હું આ આહાર મૂકું છું, તે એવા ભાવથી કે-હું આહાર અને નેવેદ્યને સર્વથા ત્યાગ કરી સદાને માટે આપના જેવું એનાહારી પદ (મોક્ષ) ને પ્રાપ્ત કરે. વળી હે દેવાધિદેવ ! ઉત્તમ સ્વાદવાળે આ આહ રહું વાપરીશ, તે મારામાં રાગ-દ્વેષની પરિણતિ જાગૃત થશે અને એટલે આપને ધરીશ તેટલી આહાર સંબંધી રાગ-દ્વેષની પરિણતિ ઓછી થશે. ભકિતને લાભ મળશે અને પરંપરાએ મુકિતરૂપી સર્વોત્તમ ફળ ચાખવાનું સૌભાગ્ય પણ પ્રાપ્ત થશે.
ઉત્તમ ભૂમિમાં ઉત્તમ ભાવપૂર્વક વાવેલું ઉત્તમ બીજ, યથા કાળે ઉત્તમ ફળ આપે છે, તેમ ત્રિભુવનમાં સર્વોત્તમ એવા શ્રી જિનરાજની પ્રતિમાને ધરેલા ઉત્તમ ફળ–નેવેદ્ય આદિ પણ યથા કાળે સર્વોત્તમ એવા મુક્તિ-ફળને આપે છે. ચિત્ત, વિત્ત અને પાત્રને સુગનું આવું સરસ પરિણામ અચૂક આવે છે. | મુખ્ય મુદ્દો તમે નૈવેદ્યાદિ કોને ધરો છો, તે છે. જેમને કશાન ખપ નથી એવા પરમાત્માને, તેમની પ્રતિમાને ! એટલે જ તે અનંત ગુણ થઈને ફળે છે. ધરતીમાં વાવેલા એક દાણામાંથી સેંકડે દાણા નીપજે છે, તો પછી શાશ્વતા સાત ક્ષેત્રે પૈકી એક એવા શ્રી જિનેશ્વરદેવની ભક્તિના ક્ષેત્રમાં વાવેલું આ નૈવેદ્ય આદિરૂપ બીજ યથા કાળે અનંતગણું ફળ આપે તે સ્વાભાવિક છે. - અઢળક પુણ્ય ઉપાર્જન કરીને અનંત સંસારને ક્ષય કરનારી ધર્મબુદ્ધિ પેદા કરવાના આવા ઉત્તમ સત્કાર્યને કેવળ જડ બુદ્ધિથી જતું કરવું, કે અવગણવું તે ખરેખર કરવા જેવા એક મહાન કાર્યથી હાથ ધોવા જેવું અગ્ય કાર્ય છે.
પ્રશ્ન ૪૮- ભગવાન અપરિગ્રહી છે, તેમને પૈસા ટકાદિ ધન ચઢાવી પરિગ્રહી બનાવવાની શી જરૂર?
ઉત્તર- આ પ્રશ્ન પણ ઉપરોકત પ્રકારને જ છે. છતાં તેના પર ફરી વિચાર કરીએ.
છે.
છે.
'