________________
૧૨૪
પ્રતિમા પૂજન
નાનક પંથીઓ ગુરૂ નાનક પછી તેમની પાટ પર જેટલા ગાદીપતિઓ થયા, તે બધાંઓએ બનાવેલાં પુસ્તકોને પરમેશ્વર તુલ્ય માની ભક્તિ કરે છે. ગ્રન્થની પધરામણી વખતે મોટી મોટી સવારીએ કાઢે છે. તેને સુશોભિત મકાનમાં ઊંચે આસને પધરાવી, તેની સન્મુખ નાટયારંભ ઈત્યાદિ કરે છે. અને તેના અહર્નિશ ગુણગાન ગાય છે. આમ નાનકપંથીઓ પણ સ્થાપનાને માટે જ છે કારણ કે પુસ્તકે, એ પણ અક્ષાની સ્થાપના જ છે.
કબીરપંથીઓ કબીરની ગાદીને પૂજે છે. કેટલાક તેમની પાદુકાએને પૂજે છે અને બધા જ તેમનાં બનાવેલાં પુસ્તકને મસ્તકે ચઢાવે છે.
ડાદુપંથીઓ દાદુજીની સ્થાપના તથા તેમની વાણીરૂપ ગ્રન્થને પૂજે છે, દેરીઓ બંધાવી તેમાં ગુરૂનાં ચરણો પધરાવે છે અને પૂજે છે.
વેદમાં પણ મૂર્તિ પૂજાના સંખ્યાબંધ પાડે છે છતાં આર્ય સમાજમાં મૂર્તિનું ખંડન કરે છે, તે જરા પણ યોગ્ય નથી. તેઓના સ્વામી દયાનંદ શરીરધારી (મૂર્તિમય) હતા. વેદ શાસ્ત્રના અક્ષરોરૂપ શાસ્ત્રાને માનતા હતા તથા પોતે બનાવેલાં સત્યાર્થ પ્રકાશ વગેરે પુસ્તકમાં પોતાની વાણીની આકૃતિઓ દ્વારા જ બંધ કરતા અને કરાવતા હતા. એ આકૃતિઓને આશ્રય લીધે ન હોત, તો પિતાને મત જ શી રીતે સ્થાપી શકત ?
જે મૂર્તિ યા આકૃતિને આશ્રય લઈ પિતાનું કાર્ય સાધ્યું તે મૂર્તિને જ અનાદર કરે એ બુદ્ધિમાનને છાજતું કામ તે ન જ ગણાય.
મત–મમત્વમાં તણાઈને કરવા જેવા સત્ કાર્યથી મેં ફેરવવું તેમાં બુદ્ધિની સાર્થકતા નથી. આ રીતે દરેક પંથના અનુયાયીઓ પોતપોતાને પૂજનીય વસ્તુના આકારને કઈને કઈ રીતે પૂજે જ છે. તેથી મૂર્તિપૂજા આબાલ પંડિત સર્વ-મેઈને માન્ય છે.
કે પણ દેહધારી સાકારની પૂજા કર્યા સિવાય રહી શકતો જ નથી. ભલે પછી તે આકારને પ્રકાર ગમે તે હોય. તે પછી સાક્ષાત શ્રી