________________
પ્રતિમા–પૂજન મહાન ઉપદેશ કાર્ય કરે છે, એ હકીકતને જાત અનુભવ મૂર્તિને ભક્તની આંખે જેના-પૂજનાર-સ્તવનાર મહાનુભાને થયે છે, તેમજ થાય છે. માટે “મૂર્તિ પ્રગટપણે ઉપદેશ આપતી નથી એટલે પૂજનીય નહિ. એ વાત યથાર્થ સમજ વગરની છે.
ઉપદેશાદિ આપીને સર્વથા કૃત કૃત્ય બનેલા સિદ્ધ ભગવંતની મૂતિ તે ઉપદેશ આપનારા ગુરૂઓથી પણ વિશેષ પૂજનીય છે, કારણ કે ગુરૂઓ પણ તેઓશ્રીનું આલંબન લેવાથી જ ગુરૂ બની શક્યા છે. તે સિદ્ધ ભગવંતેની પૂજા કરવાની જેઓ “ના' પાડે છે, તેઓને શાસ્ત્રકારોએ મહાકૃતદની કહ્યા છે.
જેઓશ્રીની પ્રગટ-અપ્રગટ ઉપકારની કેઈ સીમા નથી, તે સિદ્ધ ભગવંતની મૂર્તિની પૂજા–ભક્તિ કરવાને મળેલ ધન્યાતિધન્ય અવસર સફળ કર એ જ કર્તવ્ય છે.
ooooooon
પ્રભાતે સારા માણસનું મો જોનારને આખો દિવસ ‘સારે જાય છે તે પછી પરમ સૌભાગ્યવંતા શ્રી જિનેશ્વરદેવનું દર્શન કરનારનો આખો ભવ સુધરી જાય તેમાં કોઈ શંકા નથી.
જિનપ્રતિમામાં શ્રી જિનેશ્વર દેવનું દર્શન કરનારની દૃષ્ટિમાં અખૂટ આત્માને અંજાય છે. મનમાં સર્વના મંગળની શુભ ભાવના
છલકાય છે. પ્રાણમાં અપૂર્વ હર્ષ ઉભરાય છે. \/< > > > > > > >