________________
પ્રકરણ-૧૯ સુ
૧૪૭
વીતરાગ પ્રભુનું ખાવું, પીવુ', મેસવુ, ઉડવુ' વગેરે સઘળું માહ સમત્વરિહંત હાવાથી બધના નહિ, પણ નિર્જરાના હેતુભૂત છે. સકળ જીવલેાકના ઉત્કૃષ્ટ હિતમાં એકાકાર શ્રી વીતરાગ અરિહંત પરમાત્માની પ્રત્યેક ક્રિયા કમ નિર્જરામાં પરિણમત હોવાનું શાસ્ત્રીય વિધાન એટલુ સ્પષ્ટ, અવિસ વાદી અને ન્યાય સ`ગત છે કે, એક વાર પણ જેઓ તે અવસ્થાના સ્વરૂપ ઉપર ચિંતન કરી શકે, તેને તેમાં તલ ભાર સદેહ ન રહે.
શ્રી અરિહંત પરમાત્માની ત્રણ અવસ્થામાં પ્રથમ સ્થાના ત્રણ ભેદ છે.
(૧) જન્માવસ્થા નવરાવવું, પ્રક્ષાલન કરવું, અંગ લૂછવુ વગેરે કરતી વખતે જન્માવસ્થા ભાવવાની છે.
-
(૨) રાજ્યાવસ્થા – કેસર, ચંદન, ફૂલમાળા, ઘરેણાં, અગરચના વગેરે કરતી વખતે રાજ્યાવસ્થા ભાવવાની છે.
(૩) શ્રમણાવસ્થા – ભગવાનનુ કેશરહિત મસ્તક, કાયાત્સર્ગાસન વગેરે જોઇ શ્રમણાવસ્થા ભાવવાની છે.
બીજી પદ્મસ્થ અવસ્થા છે. પદ એટલે શ્રી તી 'કર પદ. અહી' કેવળજ્ઞાનથી માંડી માક્ષે ગયા સુધીની કેવળી અવસ્થા ભાવવાની છે.
આ અવસ્થામાં પ્રભુ અષ્ટમહા પ્રાતિહાય સહિત હાય છે. અને રત્નજડિત સિંહાસન પર બેસે છે, સાનાના નિર'તર સ્પર્શ કરતાં છતાં તેઓશ્રીને વીતરાગભાવ જતા રહેતા નથી, પણ અણીશુદ્ધ રહે છે અને જો જતા રહેતા હાત, તા ગણધર મહારાજ તથા ઇન્દ્રાદિ દેવા શા માટે વીતરાગ' કહીને તેઓશ્રીની સ્તુતિ કરત ? વીતરાગ પણાને ભાવ, એ કાઈ ખાહ્ય પદાર્થ નથી કરંતુ અભ્ય ́તર વસ્તુ છે.
ત્રીજી રૂપાતીત અવસ્થા છે. તે રૂપ વગરની સિદ્ધપણાની અવસ્થા છે. આ અવસ્થા પ્રભુને પર્યે કાસને, કાસર્ગ યાને, શ્યન્ત મુદ્રાએ બેઠેલા જોઈને ભાવવાની છે. આવી અવસ્થામાં પ્રભુને જોઈને, એ અવસ્થાની ભાવના ભાવતાં આત્મામાં અપૂર્વ શાન્તિ પેઢા થાય છે. જેએ પ્રાતિહાર્યાદિ પૂજાને ન માને, તેઓએ માત્ર નિર્વાણુ અવસ્થાને જ માનવી જોઈ એ. પણ તેમ તે। ત્યારે જ બની શકે કે, જો ભગવાનની એકાંત નિર્વાણ અવસ્થા જ પૂજનીય હોય અને બાકીની અવસ્થાએ અપૂજનીય હાય.