________________
૧૨૮
પ્રતિમાપૂજન
અર્થા–અનુગ એટલે વ્યાખ્યાનના ત્રણ પ્રકાર છે. સૌથી પહેલાં કેવળ સૂત્ર અને તેને અય, બીજે અનુગ નિર્યુક્તિથી મિશ્ર અને ત્રીજો ભાગ્યચૂર્ણિ આદિ સમસ્ત. એ રીતે “અનુગ” એટલે અર્થ કહેવાને વિધિ ત્રણ પ્રકારને છે.
સૂત્ર તે માત્ર સૂચનારૂપ હોય છે, તેને વિસ્તૃત ખુલાસે તે. પંચાંગીથી જ મળી આવે છે. જેઓપંચાંગીને માનવાની ના પાડે છે, તેઓ પણ ગુપ્તપણે ટીકાઓ વગેરે દેખે છે, ત્યારે જ તેમને અર્થને પતો લાગે છે. વળી શાસ્ત્રો કહે છે કે, “દશ પૂર્વ ધરનાં વચને સૂત્ર તુલ્ય હોય છે.
નિયુક્તિઓના રચનાર શ્રી ભદ્રબાહુસ્વામીજી ચૌદ પૂર્વ ધર છે.
ભાષ્યકા૨ શ્રી ઉમાસ્વાતિજી વાચક પાંચ પ્રકરણના રચનારા દશ પૂર્વધર છે,
શ્રીજિનભદ્રગણિ ક્ષમાશ્રમણ પણ પૂર્વધર છે. તેથી તે સર્વનાં વચને સર્વ પ્રકારે માનવા લાયક છે. ચૂણિકાર પણ પૂર્વધર છે. ટીકાકાર શ્રી હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજા તથા શ્રી અભયદેવસૂરિજી મહારાજા આદિ પણ ભવભીરૂ, બુદ્ધિ નિધાન અને દેવ સાનિધ્યવાળા છે, તેથી તેમનાં વચનને પ્રમાણભૂત ન માનવા એ પણ ભયંકર અપરાધ છે.
પ્રત્યેક ભવભીરૂ આત્માની ફરજ છે કે-આ પ્રામાણિક મહા પુરુષોના એક પણ વચન પ્રત્યે અજ્ઞાનતાથી પણ દુર્ભાવ ન જાગી જાય તેની સંપૂર્ણ કાળજી રાખવી.
અનંતજ્ઞાની ભગવંતના પ્રત્યેક વચનને પૂરા વફાદાર રહેનારા તેમજ હર હાલતમાં તે વફાદારીને દીપાવનાર એ પ્રામાણિક પુરુષોના પ્રત્યેક વચનમાં રહેલી કર્મવિનાશક તેમજ શાતા પ્રદાયક શક્તિને પૂરે લાભ તે વચનને ત્રિવિધ અંગીકાર કરનારને મળે જ છે, તેમાં કઈ સંશય નથી.
પ્રશ્ન કર- આગમે પસ્તાળીસ કહેવાય છે, છતાં કેટલાક બત્રીસ જ માને છે, તે તે વ્યાજબી છે ?
ઉત્તર-નહિ જ. બત્રીસ આ ગમે માનનારા પણ શ્રી નંદિસૂત્રને માને છે, જેમાં તમામ સૂત્રોની નેંધ આપી છે. તેમાં ગણાવેલા અનેક સૂત્રોમાંથી માત્ર બત્રીસ જ માનવા અને બીજાને નહિ માનવાં એનું શું કારણ?