________________
પ્રકરણ-૧૬ મું
ન
એર
- બત્રીસ સિવાયનાં બીજાં નવા લખાએલા છે, એમ કહેનારને પૂછવું પડે કે એ બત્રીસ પણ નવાં નથી લખાયેલાં એનું પ્રમાણ શું છે ? જે પરંપરા પ્રમાણ છે, તે એ જ પ્રામાણિક પરંપરાને આધારે બીજા સૂત્રોને પણ માનવાં જોઈએ. વળી બત્રીસ સૂત્રે માનનારને એ બત્રીસમાં નહિ કહેલી એવી પણ બીજી ઘણી વાતે માનવી પડે છે. વીસવિહરમાનના અધિકાર, ધન્નાશાલિભદ્ર ચરિત્ર, નેમ રાજુલના ભવ, રામાયણ વગેરે ઘણી વસ્તુઓ બત્રીસ આગમમાં નથી, છતાં તેઓને માનવી પડે છે. - બત્રીસ સિવાયનાં બીજાં સૂત્રો અરસપરસ મળતાં નથી, માટે માનતા નથી-એમ કહેનારને તે બત્રીસમાં પણ ઘણે સ્થળે વિરોધ દેખાય છે, તેનું કેમ? એ વિરોધ નિયુક્તિ, ભાષ્ય અને ટીકાદિને માન્યા સિવાય ટળી શકતું જ નથી. કેટલાંક વચનો ઉત્સર્ગનાં હોય છે, કેટલેક અપવાદનાં હોય છે, કેટલાંક વિધિ વાકેર્યો હોય છે અને કેટલાંક અપેક્ષા વાક હોય છે. વળી કેટલાક પાઠાંતરે હોય છે, કેટલાંક ભય સૂત્રો હોય છે અને કેટલાંક વર્ણનસૂત્રો હોય છે. તેના ગંભીર આશયને સમુદ્ર સમાન બુદ્ધિના સ્વામી એવા ટીકાકાર વગેરે જ સમજી શકે, બીજાઓને એ વિષયને સ્પર્શ પણ ન હોય. - - આ હકીકતને લક્ષ્યમાં લઈને શ્રી જિનવાણીના અંગભૂત પીસ્તાળીસ આગમને તેમજ પૂર્વધર ભગવંત રચિત પંચાંગી આદિને પૂરી શ્રદ્ધાથી સ્વીકારવા તે શ્રી જિનેશ્વરદેવના અનુયાયી માત્રની પવિત્ર પ્રથમ ફરજ છે. આ પડતા કાળમાં માંગ બટ થતાં બચવાનો આ ઉત્તમ ઉપાય છે,
પ્રશ્ન ૪૩ શ્રી જિનપ્રતિમા સંબંધી ઉલ્લેખ કયા કયા સૂત્રમાં છે?
ઉત્તર-સૂત્રામાં સેંકડો ઉલ્લેખ શ્રી જિનપ્રતિમા અને તેની પૂજાના મળી આવે છે, એ નીચે ક્રમશઃ જોઈએ.
શ્રી મહાકલ્પસૂત્રમાંનો પાઠ “મા તારે તમને જા માળે જા રે ઘરે જશે? हंता! गोयमा ! दिणे दिणे गच्छेज्जा । से भयवं जत्थ दिणे न गच्छेज्जातओ कि पायच्छित्त हवेज्जा? गोयमा! पमाय पडुच्च तहारुवे