________________
પ્રેરક બોધક પ્રશ્નોત્તરી ૪૧ થી ૪૩
૧૬
0 ગણુ માન્ય, તીર્થકરો અમાન્ય? 0 આગ ૩૨ કે ૪૫? 0 આગમાં ઠેર-ઠેર પ્રતિમાની પૂજનીયતાના પુરાવા.
પ્રશ્ન ૪૧- કેટલાક કહે છે કે, માત્ર મૂળ સૂત્રને માનવાં જોઈએ ટીકા વગેરે પાછળથી થયેલ છે માટે તેને નહિ માનવાં જોઈએ. તો તેમાં તથ્ય શું છે ?
ઉત્તર-મૂળ સૂત્રોમાં કહ્યું છે કે નથતિ મરિ મારા અર્થાત્ શ્રી ગણધર ભગવતે સૂત્રને ગૂંથે છે અને શ્રી અરિહંત ભગવંતો અર્થને કહે છે. કેવળ મૂળ સૂત્રોનું માનવાનું કહેનાર છસ્થ એવા ગણધર ભગવંતોનું વચન માનવાનું કહે છે અને કેવળ જ્ઞાનીઓએ કહેલા અર્થ જેમાં ભરેલા છે એવાં ટીકા, ચૂર્ણિ, ભાષ્ય અને નિર્યુક્તિ વગેરે શાસ્ત્રોનું માનવાની ના પાડે છે. તેનાથી વધુ મોટી આશ્ચર્યજનક બીજી કઈ ઘટના હોઈ શકે ? છદ્મસ્થ ગણધરનું કહેવું માનવું અને કેવળજ્ઞાની ભગવાનનું કહેવું ન માનવું, એ શું વ્યાજબી છે ? એ કારણે શાસ્ત્રોમાં ઠેર-ઠેર નિર્યુક્તિ આદિને માનવા માટે ઉપદેશ આપે છે,
__“ सुत्तत्थो खलु पढमो बीओ निज्जुत्तिमीसिओ भणिओ ।
તો જ નિશ્વનો, પણ દિવસ-ક્યુમોનો ” .