________________
૧૪o
પ્રતિમા પૂજન
' શ્રી રાયપાસેણીય સૂત્રમાંને પાઠ
' ! . . - "हियाए सुहाए खमाए निस्सेसाए आणुगामियत्ताए भविस्सई"
અર્થ શ્રીજિનપ્રતિમા પૂજવાનું ફળ પુજકને હિતને વાસ્તે, સુખને વાસ્ત, મોક્ષને વાસ્તે તથા જન્માંતરમાં પણ સાથે આવનારું છે.'
શ્રી જીવાભિગમ સૂત્રમાં વિજયપોલીએ તથા બીજા અનેક સમ્યદૃષ્ટિ દેએ સત્તર ભેદે પૂજા કરી છે. તેનું ફળ યાવત્ મોક્ષ સુધીનું કહ્યું છે.
(૨૩) શ્રી શાતા સૂત્રમાં તીર્થકર ગોત્ર બાંધવાનાં વીસ સ્થાનકે કહ્યાં છે. તેમાં “સિદ્ધપદે આરાધવું” એમ ફરમાવ્યું છે. તે અરૂપી સિદ્ધ ભગવાનનું ધ્યાન-આરાધન, તેમની મૂર્તિ સિવાય બની શકે જ નહિ.
(૨૪)
શ્રી વ્યવહાર સૂત્રમાં કહ્યું છે કે -
“સિદ્ધરાજે મહાનિકાર માપકપણા જેવા ” - અર્થ :- શ્રી સિદ્ધ પરમાત્માની વૈયાવચ્ચ કરવાથી મહા નિજર. થાય યાને મોક્ષ મળે.
તર્ક – શ્રી સિદ્ધ પરમાત્માની વૈયાવચ્ચ તે નામ સ્મરણથી થઈ શકે છે, તો પછી મૂર્તિનું શું પ્રજન ?
સમાધાન - નામ-સ્મરણ કરવું તેને તે ગુણગાન, કીર્તન, ભજન, સ્વાધ્યાય વગેરે કહે છે, પણ વૈયાવચ્ચ નહિ. જે વૈયાવચ્ચને અર્થે એ કરશે તે શ્રી પ્રશ્ન વ્યાકરણમાં બાળકની, વૃદ્ધની, રેગીની અને કુલગણાદિની દશ પ્રકારે વિયાવચ્ચ સાધુએ કરવાની કહી છે, તે શું નામ યાદ કરવાથી જ વૈયાવચ થઈ જશે ? કે આહાર, પાણી, ઔષધિ, અંગમર્દન, શય્યા, સંથારા વગેરે કરવાથી થશે ? - નામાદિ કરવાથી વૈયાવચ થઈ નહિ ગણાય, પણ પૂર્વોક્ત પ્રકારે સેવા-ચાકરી કરવાથી જ ગણાશે.
શ્રી સિદ્ધ પરમાત્માની વૈયાવચ્ચ તે તેમનું મંદિર બંધાવી, તેમાં તેમની મૂર્તિ સ્થાપન કરી, વસ્ત્રાભૂષણ, ગંધ, ધૂપ, પુષ્પ, દીપે કરી અષ્ટ પ્રકારી, સત્તર પ્રકારી આદિ પૂજા કરવી, તેને જ કહી શકાય.