________________
* પ્રકરણ ૧૯મું
૧૪૧
' . '
- શ્રી પ્રશ્ન વ્યાકરણમાં ફરમાન છે કે નિર્જરના અથી સાધુ બાવ અર્થાત્ જિનપ્રતિમાની, હીલના, તેના અવર્ણવાદ તથા તેની બીજી ‘પણ આશાતનાઓનું ઉપદેશ દ્વારા નિવારણ કરે.
(૨૬) શ્રી આવશ્યક મૂળ સૂત્ર પાઠમાં – .
“અતિ દયાળ જેમ કરતાં ” હ -એમ કહી, સાધુ અને શ્રાવક સર્વ લોકમાં રહેલી શ્રી અરિહંતની પ્રતિમાને કાઉસ્સગ બેધિ બીજના લાભ માટે કરે- એમ કહ્યું છે.
२७
“યથા ગરું ” - સ્થાપનાની સ્તુતિ કરવાથી જીવ સુલભ બધિ થાય છે, એમ શ્રા ઉતરાધ્યયન સૂત્રમાં લખ્યું છે.
(૨૮–૨૯) | શ્રી અનુગ દ્વાર તથા શ્રી ઠાંણાગ સૂત્રમાં ચારે નિક્ષેપ તથા દસ પ્રકારનાં સત્યેનું વર્ણન કરેલું છે, તેમાં સ્થાપના નિક્ષેપ તથા સ્થાપના - સત્ય પણ આવી જાય છે. તેનાથી પણ સ્થાપના એટલે મૂર્તિ માનવાનું સિદ્ધ થઈ જાય છે. - કાદાગ્રહ રહિત બુદ્ધિમાન પુરુષોને માત્ર ઈશારે જ બસ છે સૂત્રનાં સેંકડો પાઠમાંથી માત્ર આટલા જ પાઠ આપવા અહીં ઉચિત જણાય છે. વિસ્તાર- ભયથી વધુ પાઠ નથી આપ્યા, છતાં બીજા પણ કેટલાંક પ્રમાણે પ્રસંગે પાત વિચારી શું. તે ઉપરથી વિવેકી વાચક વર્ગ યથાર્ય નિર્ણય કરી શકશે. જેમાં મૂર્તિ પૂજા પરંપરાથી ન હેત, તે તે મૂળ સૂત્રોમાં આવી કયાંથી ?
આ દુનિયામાં દરેક નામવાળી વસ્તુ પિતપોતાના અમુક ગુણો કરીને સંયુક્ત હોય છે, તેમ “મૂતિ” નામ ધરાવનારી વસ્તુ પણ કોઈ રીતે નિરર્થક નથી. “મૂતિ' શબ્દ પણ તેમાં રહેલ વસ્તુને યથાર્થ બેધ કરાવે છે.