________________
૧૩૪
પ્રતિમા પૂજન
મસ્તક પૃથ્વી પર નમાવે પછી થડે નીચે નમીને હાથ જોડી દશ નખ ભેગા કરી, મસ્તક પર અંજલિ કરી એમ કહે “નમસ્કાર થાઓ અરિહંત ભગવાન પ્રત્યે યાવત સિદ્ધિગતિને પામ્યા છે. ત્યાં સુધી અર્થાત સંપૂર્ણ શકસ્તવ બોલે. વંદન-નમસ્કાર કર્યા પછી દહેરાસરમાંથી બહાર નીકળે.
(પ્રથમમાં દ્રૌપદીએ ઘર દહેરાસરની પુજા કરી છે. ત્યાર પછી ઉમદા વસ્ત્રો પહેરી દહેરાસર ગઈ છે. જેમ હાલમાં પણ ઘણું શ્રાવક કરે છે.)
શ્રી ઉપાસક દશાંગ સુત્રમાં આનંદ શ્રાવકે જિનપ્રતિમા વાંધાને પાઠ છે, તે નીચે પ્રમાણે
__ नो खलु मे भते ! कज्पइ अज्जप्पभिई अन्नउत्थिए वा, अन्न उत्थियदेवयाणि वा अन्नउत्थिय परिग्गहियाणि अरिहंतचेझ्याणि वा वदित्तए वा नम सित्तए वा"
ભાવાર્થ : હે ભગવનમારે આજથી લઈને અન્યતીર્થ (ચરકાદિ), અન્યતીથીના દેવ (હરિહરાદિ) તથા અન્યતીર્થી એ ગ્રહણ કરેલાં અરિહંતનાં ચૈત્ય જિન-પ્રતિમા તેમને વંદન નમસ્કાર કરવા ન કલ્પે. - અન્ય દેવ તથા ગુરૂને નિષેધ થતાં જૈન ધર્મને દેવ-ગુરૂ સ્વયમેવ વંદનીય ઠરે છે, છતાં કેઈ કુતર્ક કરે તે તેને પૂછવાનું કે “આનંદ શ્રાવકે અન્ય દેવને ચારે નિક્ષેપે વંદના ત્યાગી કે માત્ર ભાવ નિક્ષેપે ?”
જે કહેશે કે, અન્ય દેવના ચાર નિક્ષેપને નિષેધ કર્યો છે, ત્યારે તે સ્વતઃ સિદ્ધ થયું કે અરિહંતદેવના ચારે નિક્ષેપ તેને વંદનીય છે. જે અન્ય દેવના ભાવ નિક્ષેપાને જ નિષેધ કર્યાનું કહેશે, તે તે દેવના બાકીના ત્રણે નિક્ષેપા આનંદને વંદનીય રહેશે અને તે પ્રમાણે કરવાથી વ્રતધારી શ્રવકને દૂષણ લાગે જ.
અન્ય દેવ હરિહરાદિ આનંદના વખતમાં સાક્ષાત વિદ્યમાન હતા નહિ તેમની મૂર્તિઓ હતી. તે બતાવે કે તેણે કોને નિષેધ કર્યો? જે “અદેવની મૂર્તિને કહેશે તે અરિહંતની મૂર્તિ સ્વતઃ સિદ્ધ થઈ
આ પાઠમાં “રત્ય” શબ્દનો અર્થ “સાધુ કરી, કેટલાક લોકે ઉ અર્થ કરે છે. તેમને પૂછવાનું કે, સાધુને અન્ય તીર્થ ગ્રહણ શી રીતે કરે ?” જે જૈન સાધુને અન્ય દર્શનીએ ગ્રહણ કર્યા હોય અર્થાત્ ગુરુ