________________
પ્રકરણ-૧૬ મું
(૧૬) - શ્રી શાલિભદ્ર ચરિત્ર કે જેને પ્રાયઃ તમામ જેને માને છે, તેમાં
“શાલિભદ્રના ઘરમાં તેમના પિતાએ જિનમંદિર કરાવ્યું હતું તથા રત્નોની પ્રતિમા કરાવી હતી. તે મંદિર અનેક દ્વારા સહિત દેવવિમાન જેવું બનાવવામાં આવ્યું હતું.
- (૧૭-૧૮–૧૯) શ્રી ભગવતી, શ્રી રાયપાસેણી અને શ્રી જ્ઞાતાસૂત્રાદિ અનેક સૂત્રોમાં શ્રાવકના વર્ણનમાં–
“હા યામિ ' અર્થાત્ સ્નાન કરી, દેવપૂજા કરી એવા ઉલ્લેખે છે.
શ્રી ભગવતીજીમાં તુગીયા નગરીના શ્રાવકના અધિકારે કહ્યું છે કે“શ્રાવક યક્ષ, નાગ વગેરે અન્ય દેવને પૂજે નહિ.”
શ્રી સૂયગડાંગ સૂત્રમાં પણ કહ્યું છે કે- નાગભૂતયાદિ તેર જાતના અન્ય દેવની પ્રતિમાને પૂજવાથી મિથ્યાત્વીપણું પ્રાપ્ત થાય છે. અને બધિ-બીજને નાશ થાય છે.
આથી સિદ્ધ થયું કે-શ્રી અરિહંત દેવની પ્રતિમા પૂજવાથી સમકિતની પ્રાપ્તિ થાય છે અને બધિ-બીજની રક્ષા થાય છે. આ કારણે “યમિત પાઠથી શ્રાવકોએ શ્રી જિન પ્રતિમાની પૂજા કરવી, એ તેને અર્થ થયો. કેટલાક “યા જયઘટિકાને “સ્નાન કરીને પાણીના કોગળા કર્યા” એવા શાસ્ત્રથી તદ્દન વિપરીત અર્થ કરે છે, જે અસત્ય છે.
ભાવનિક્ષેપે સાક્ષાત્ તીર્થંકર પરમાત્માને વંદન પૂજન કરવાનું જે ફળ છે, તેમજ સમ્યકત્વ અને જ્ઞાન સહિત ચારિત્ર પાળવાનું જે ફળ સૂત્રમાં છે, તે જ ફળ શ્રી જિન પ્રતિમાના વંદન-પૂજનથી કહ્યું છે. ચાવત્ મોક્ષ પર્યતનું ફળ ફરમાવ્યું છે.
* (૨૦) - શ્રી દશાશ્રુતસ્કંધના દશમા અધ્યયને કહ્યું છે કે –
શ્રી મહાવીર સ્વામી રાજગૃહી નગરીમાં સમોસર્યા ત્યારે શ્રેણિક રાજા વાંદવા જવાની સર્વે તૈયારીઓ કરી ચેલ્લણ રાણી પાસે આવી, જે કહેવા લાગ્યા, તે પાઠ નીચે પ્રમાણે છે.