________________
પ્રકરણ ૧૫ મું
૧૧૯
છે. કેઈ એમ નથી કહેતું કે “ગામમાં સાધુની છબિને પણ વિરહ છે.”
પ્રશ્ન ૩૬– એક ક્ષેત્રમાં બે તીર્થકરો એકઠા ન થાય, છતાં એક જ મંદિર-મકાનમાં અનેક મૂતિઓ કેમ રખાય છે ?
ઉત્તર – આ વિષય પણ સ્થાપના સંબંધી છે અને જે નિષેધ છે, તે ભાવથી અરિહંત સંબંધી છે. જેમ સર્વ તીર્થકરો સિદ્ધિ ગતિને પ્રાપ્ત થાય છે, ત્યારે અનંતી ગ્રેવીસીના તીર્થકરો એક જ ક્ષેત્રે (દ્રવ્ય નિક્ષેપે) રહે છે, તેમ સ્થાપના નિક્ષેપે એક જ મંદિરમાં અધિક પ્રતિમાઓને રહેવામાં કાંઈ બાધ નથી.
સ્થાપનાને પણ એક સાથે રહેવામાં જે બાધ હેત, તે શ્રી જબૂદ્વીપમાં સેંકડે પર્વત, નદીઓ, કહો વગેરે જુદે–જુદે સ્થળે આવેલ છે, તેને એક જ નકશામાં સંગ્રહ કરી લોકોને કેમ સમજાવવામાં આવે છે ? સૂત્રમાં સર્વ શ્રી તીર્થંકર દેવના નામની સ્થાપના જેમ એક જ પાના પર કરવામાં આવે છે, નામ અરિહંત અને દ્રવ્ય અરિહંતને એકત્ર રહેવામાં જેમ કેઈ પણ જાતને બાધ નથી, તેમ સ્થાપના અરિહંતને પણ એક જ મંદિર-મકાનમાં રહેવામાં બાધ નથી. જે બાધ છે, તે ભાવ અરિહંતને આશ્રયીને જણાવેલ છે.
ભક્તિના વિષયમાં બાધ તેમજ વાંધા-વચકા, જીવને મુક્તિ માર્ગથી દૂર હડસેલે છે, તે વાત સારી રીતે સમજનારા સહુ જ્યારે જે સામગ્રી પાસે હોય તેના વડે ભાવપૂર્વક પરમાત્માની મૂતિ વગેરેની ભકિત કરે છે.
પ્રશ્ન ૩૭ - શું ગુરૂની છબી જોઈને શિષ્ય તથા પિતાની છબી જોઈને પુત્ર ઊભું થશે ? આદર આપશે ? સસરાની તસ્વીર જોઈ પુત્રવધૂ લાજ કાઢશે ? જે ના તે મૂતિને માનવાને આગ્રહ શા માટે?
ઉત્તર - શિષ્ય પોતાના ગુરૂની તથા પુત્ર પોતાના પિતાની તસ્વીરને માન અને આદર નહિ આપે, તો શું અપમાન કરશે ? અથવા કઈ શત્રુ તે તસ્વીરેના મુખ કાજળ કે શાહીથી કાળાં કરવા માગશે તે તે કરવા દેશે ? તેને સહન કરશે ? અથવા તે તસ્વીરોને કાગળ તથા શાહીના માત્ર સંજિનરૂપ સમજી, રસ્તામાં લોકેના પગ તળે આવે તે રીતે રઝળતી મૂકશે ? આવાં કાર્યો કેઈએ કર્યા નથી