________________
૧૨૦
પ્રતિમા–પૂજન
અને કદાચ કરે, તે તે વિવેકીઓની દષ્ટિએ હાંસી પાત્ર કુશિષ્ય તેમજ કપૂત જ ગણાય. એ પ્રકારનું વર્તન સાક્ષાત્ પિતાનું અપમાન કર્યા તુલ્ય જ લેખાય. આથી ઉલટું તે તસ્વીરેને સારી ફેઈમમાં મઢાવી, મેજ કે સિંહાસન પર ઊંચા સ્થાને સ્થાપન કરે અથવા દિવાલ પર ટાંગી સ્વચ્છતાથી રાખે, તે ગુરૂ કે પિતાનું બહુમાન કર્યું જ ગણાય છે. તથા તેને જોઈને પિતાના ગુરૂ કે પિતા યાદ આવ્યા સિવાય રહેતા નથી.
નાસ્તિક–આસ્તિક સર્વ જનોમાં આ વલણ પ્રચલિત છે. તે જ તેનાં મૂળ કેટલાં ઊંડાં છે તે પુરવાર કરે છે. તસ્વીર છબી વગેરે દરેક સમાજમાં યથાર્થ રીતે ગ્ય સ્થાને રખાય છે, તે સર્વ વિદિત છે.
બીજી વાત – શિષ્ય કે પુત્ર પિતાના ગુરૂ કે પિતાના નામને આદર કરે કે નહિ? જે કરે, તે નામ કરતાં છબીથી તે વિશેષ સ્મૃતિ થઈ આવે છે, તે તેના વિનયાદિ તે વિશેષ કરવા જોઈએ.
જે વ્યક્તિને જેનું નામ ખરેખર ગમતું હોય, તેને તેની છબી જોતાં જ અધિક હર્ષ થાય એ નિયમ જગવિખ્યાત છે. વળી પુત્રવધૂ પિતાના સસરાની છબી જોઈને લાજ નહિ કાઢે-એ તર્ક પણ નકામે. છે. જેમ છબી જોઈને લાજ નહિ કાઢ, તેમ નામ શ્રવણ કરતાં પણ લાજ કાઢશે નહિ. તો પછી પરમાત્માનું નામ પણ નિરર્થક સમજવું ? ઉલટુ સસરાની છબીથી – વહએ સસરાને પ્રથમ નહિ જેએલ હોય, તે બંધ થશે કે, આ મારા સસરા છે તેમ જેઓએ ભગવાનને નહિ જોયા હોય, તેઓને મૂતિથી ઓળખાણ થશે કે- આ મારા ભગવાન છે.
સસરાની ઓળખાણ થતાં વહુને લાજ કાઢવાની ગૂંચ કે શંકા રહેતી નથી, પણ લાજ કાઢવા નહિ કાઢવાનું કામ સુગમ થઈ જાય છે. સસરાને જોઈને તે તરત લાજ કાઢે છે અને બીજાઓને જોઈને તેવી લાજ કાઢતી નથી તેમ મૂર્તિ દ્વારા પ્રભુની પણ પિછાણ થતાં, અસેવ્યને પરિત્યાગ કરવાનું તથા તેની સેવા-ભક્તિ કરવાનું કાર્ય સુગમ થઈ જાય છે અને કોઈ પણ જાતની ભ્રમ જાળમાં પડવાનું રહેતું નથી. મૂતિને એ પણ એક મહાન ઉપકાર છે.
. .
.
.
--
*