________________
પ્રકરણ ૧૫ મું
૧૦૯
પામ્યા છે. તેઓ અનંતગુણવંત છે, દેવેન્દ્રોથી પણ પૂજિત છે તને શું ઉપદેશ કરનારા છે, મેક્ષને પામેલા છે. સર્વજ્ઞ છે. સર્વદર્શી છે. દયાના સાગર છે, પરિષહ અને ઉપસર્ગોની ફોજેને હઠાવનારા છે, રાગાદિ રહિત છે, એવું જ્ઞાન જેમ જેમ થતું જાય છે. તેમ તેમ મુર્તિના દર્શનાદિ વખતે તે-તે ગુણનું જ્ઞાન અને સ્મરણ દઢતર થતું જાય છે."
પ્રશ્ન ૨૫- મુતિને દેખવાથી દેવનું સ્મરણ થાય છે, એ વાત બરાબર, પણ તેની ભક્તિથી શો લાભ ?
ઉત્તરઃ શાસનું શ્રવણ અગર વાંચન કરવાથી પરમાત્માનાં વચનોને બંધ થાય છે, તે પણ શાસ્ત્રના ઉપકારને જાણનાર ભક્તજનો તેને ઊંચા સ્થાન પર મુકે છે, તેને પગ લાગવા દેતા નથી, મળ-મુત્રવાળી અપવિત્ર જગ્યાએથી તેને દૂર રાખે છે, સારા કપડામાં વીંટી સિંહાસન પર મૂકે છે અને તેને વંદન નમસ્કાર કરે છે.
એ જ રીતે શાસ્ત્રની ભક્તિ કરવાથી, શાસ્ત્રના વચનો ઉપર પ્રેમ વધે છે, શ્રદ્ધા સુદઢ થાય છે તથા સમાગે પ્રવૃત્તિ કરવાનું બળ પ્રાપ્ત થાય છે, તેમ પ્રતિમાની પણ વંદન-નમસ્કા૨ પૂજનાદિ વડે ભક્તિ કરવાથી, ભગવાન ઉપર પ્રેમ વધે છે. શ્રદ્ધા સતેજ થાય છે અને ગુણપ્રાપ્તિની દિશામાં આગળ વધવામાં આત્મા ઉત્સાહવંત થાય છે,
ગુણ પ્રાપ્ત કરવાના ઉત્સાહથી શુભ ધયાનની વૃદ્ધિ થાય છે. શુભ યાનની વૃદ્ધિથી કર્મરૂપી કચરાને નાશ થાય છે અને તેમ થતાં મેક્ષ. માર્ગની અત્યંત સુગમતા થાય છે. આ રીતે મૂર્તિની ભક્તિથી મુક્તિ સુધ્ધાંને લાભ, ભકતાત્માને થાય છે.
પ્રભાતે સારા માણસનું મે જોનારને આખો દિવસ સારે જાય છે તે પછી પરમ સૌભાગ્યવંતા શ્રી જિનેશ્વર દેવનું દર્શન
કરનારને આખી ભવ સુધરી જાય તેમાં કોઈ શંકા નથી. ooOOOOOO
કાન
-
:
નત કરે
છે.
*** *
*
* *
*
* *
* *
*
*