________________
૧૦૮
પ્રતિમા પૂજન
કક્ષા પ્રાપ્ત થતાં, સાપ જેમ કાંચળીને ત્યાગ કરે તેમ આલંબને આપમેળે જ છૂટી જાય છે. "
જે વિદ્યાર્થીને જે વિષયમાં ઉત્તીર્ણ થવું હોય છે, તે વિષયના પુસ્તકનું આલંબન તેને ત્યાં સુધી લેવું જ પડે છે, જ્યાં સુધી તે, તે વિષયમાં ઉત્તીર્ણ થતું નથી ઉત્તીર્ણ થઈ ગયા પછી તે આલંબન છૂટી જાય છે. તે જ રીતે પરમાત્માવસ્થાની પ્રાપ્તિ માટે તે પ્રાપ્ત થાય ત્યાં સુધી શ્રી જિનપ્રતિમાનું આલંબના જ માટે આવશ્યક છે. અત્યંત જરૂરી છે. - પ્રશ્ન ૨૩-જડ પ્રતિમા મોક્ષદાયક શી રીતે બને ?
ઉત્તર – શાસ્ત્રો કે જે શાહી અને કાગળરૂપ હોવાથી જડ છે, છતાં તે મોક્ષને આપે છે. એમ સહુ કોઈ સ્વીકારે છે, તે પછી પરમાત્માની મૂર્તિ પણ તેનું આરાધન કરનારને મેક્ષનાં સુખ કેમ ન આપે ? શાસ્ત્રો એ શ્રી જિનેશ્વરદેવના વચનની પ્રતિમા છે, અને મૂર્તિ એ શ્રી જિનેશ્વર દેવના આકારની પ્રતિમા છે. : વચનોની પ્રતિમાથી જેમ જ્ઞાન થાય છે. તેમ આકારરૂપ પ્રતિમાથી ભવ્ય આત્માઓને પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન થાય જ છે જે સંવવિરતિપણામાં પરિણમીને મોક્ષદાયક નીવડે છે. ' વળી જેઓ નિરક્ષર છે તેઓને વચનની સાક્ષાત્ પ્રતિમારૂપ અક્ષરે. એટલે કે શાસ્ત્ર પાઠેના માત્ર દશનથી તેટલે લાભ નથી થતું, જેટલો આકારરૂપ પ્રતિમાના દર્શન પૂજનથી થાય છે માટે આબાલવૃદ્ધ સાક્ષરનિરક્ષર સર્વ માટે અક્ષરૂપી પ્રતિમાઓની જેમ આકારરૂપી શ્રી જિનપ્રતિમાઓ અત્યંત આદરણીય છે. પૂજનીય છે.
પ્રશ્ન ર-અક્ષરાકારને જોવા માત્રથી જ્ઞાન થાય છે, તેમ મૂર્તિને જેવા માત્રથી જ્ઞાન થતું કેમ દેખાતું નથી ? * ઉત્તર- અક્ષરાકારને જેવા માત્રથી જ્ઞાન થાય છે, એમ કહેવું એ ખે છે. કારણ કે અક્ષરાકારથી જ્ઞાન થવા પહેલાં, શિક્ષક દ્વારા તે અક્ષરોને ઓળખવા પડે છે. અક્ષરને ઓળખ્યા પછી જ વાંચતાં કે લખતાં શીખી શકાય છે, તેમ ગુરૂ આદિ દ્વારા, “આ દેવાધિદેવ શ્રી વીતરાગ પરમાત્માની મુતિ છે એમના અજ્ઞાનાદિ દેશે સર્વથા નાશ