________________
:
*, , ,
,
, ,
,
* *
* *
*
*
,
૧૦૬
પ્રતિમા–પૂજન જ રીતે ખાણના પત્થરમાંથી મૂતિ બને છે અને તે મૂર્તિમાં ગુરૂઓ સૂરિમંત્રના જાપ વડે પ્રભુના ગુણોનું આરોપણ કરે છે તે વખતે એ મૂર્તિ પણ પ્રભુ તુલ્ય પૂજનીય બને છે.
કોઈ ગૃહસ્થને દીક્ષા આપતી વખતે ગુરૂ તેને દીક્ષા મંત્ર (કરેમિ ભાતે સૂત્રો સંભળાવે છે કે તુરત કે તેને સાધુ માની વંદના કરે છે છે. જો કે તે વખતે તે નવદીક્ષિત સાધુમાં સાધુના સત્તાવીશ ગુણે પ્રગટેલા જ હોય, તેવા નિયમ નથી. છતાં તે ગુણોનું આરોપણ કરીને તેને વંદના થાય છે. તે જ રીતે મૂતિ પણ ગુણરોપણ બાદ પ્રભુ તુલ્ય વંદનીય બને છે. તેથી લોકો તેને પુજે વાંદે અને નમસ્કારાદિ કરે તે તદ્દન વ્યાજબી છે
પ્રશ્ન – શું સદા કાળ મૂર્તિ માન્યા કરવી?
ઉત્તર- હા, જ્યાં સુધી આત્મા પ્રમાદી અને ભૂલકણ છે, ત્યાં સુધી તેણે પ્રભુગુણના સ્મરણાદિ માટે પ્રભુ-મૂતિને માનવી જ જોઈઍ.
જ્ઞાનાભ્યાસ ચૂકી જવાના ભયથી જેઓને અચેતને પુસ્તકને આધાર લેવું પડે છે, પ્રભુના જાપ કરતાં-કરતાં ખલિત થઈ જવાના ભયથી જેઓને અચેતન માળાને આશ્રય લેવું પડે છે, ચારિત્રને પરિણામથી પતિત થઈ જવાના ડરથી જેએને અચેતન રજોહરણ—મુહપત્તિ વગેરેને આશ્રય લે પડે છે, ટાઢ-તાપ અને વરસાદ વગેરેના ભયથી જેઓને અચેતન વસ્ત્ર અને મકાન વગેરેને આશ્રય લે પડે છે તથા હિંસક પશુ કે ધાડપાડુ વગેરેના ભયથી જેઓને અચેતન શસ્ત્ર આદિનું શરણ શોધવું પડે છે, તેઓને ત્યાં સુધી પ્રભુગુણની સ્મૃતિ માટે અચેતન મૂર્તિના આલબન વિના છૂટકો જ નથી,
બીજાં બધાં અચેતન આલંબન સ્વીકારવા છતાં જેઓ માત્ર પરમાત્માની મૂર્તિના આલંબનની, તે અચેતન હોવાના નામે ના પાડતા હેય, તેમને તે પરમાત્માના ધ્યાનની કિંમત દુનિયાદારીના પદાર્થો જેટલી પણ હૃદયમાં વસી નથી એમ કહી શકાય.
જ્ઞાનાભ્યાસાદિમાં પુસ્તકાદિને આલંબન વિના ચૂકી જનાર આત્મા મૂર્તિના આલંબન વિના પરમાત્મ-ધ્યાનથી નહિ ચૂકે, એમ શી રીતે માની લેવું ?
પરમાત્મ-ધ્યાનથી ભ્રષ્ટ કરનાર પ્રતિપક્ષી વસ્તુઓના સંગથી જેઓ મુક્ત થયા નથી, તેઓ મૂર્તિના આલંબન વિના પરમાત્મ-ધ્યાનને ચૂક્યા વિના રહે નહિ. એ દીવા જેવી સ્પષ્ટ વાત છે.
*
*
*