________________
૧૬
પ્રતિમા પૂજન
કડક કાયમ
. --
+
+
કારણ એક જ છે કે, “મહાવીર નામ એ “મહાવીરના એકલા ગુણનું નથી પણ “મહાવીરના આકારનું પણ છે.
ભગવાન શ્રી મહાવીર સ્વામીને આકાર અને ભગવાન શ્રી ઋષભદેવસ્વામીને આકાર એક નથી. માટે જ એકનું નામ લેતી વખતે બીજા યાદ આવતા નથી. આથી માનવું જોઈએ કે, નામ ગુણપ્રધાન નહિ પણ આકાર પ્રધાન જ હોય છે. છતાં જેઓ નામને માને છે અને આ કારને માનવાની ના પાડે છે, તેઓ કાચી સમજવાળા છે.
જ્યાં આકૃતિ નહિ, ત્યાં નામ નહિ, અને જ્યાં નામ નહિ, ત્યાં આકૃતિ નહિ એમ બનેને પરસ્પર સમવ્યાપ્તિ છે પણ નામ એને ગુણને તેવી સમવ્યાપ્તિ નથી. માટે નામ અને તેને મરણનું ફળ માનનારે આકાર અને તેની ભક્તિનું ફળ અવશ્ય માનવું જ જોઈએ.
પ્રશ્ન ૧૮- વસ્તુની અનુપસ્થિતિમાં તેનું યથાર્થ સ્વરૂપ જાણવાને ઉપાય તેનું નામ કે આકાર ?
ઉત્તર- પ્રત્યેક અનુપસ્થિત વસ્તુનું યથાર્થ સ્વરૂપ કેવળ તેના નામ દ્વારા જાણી શકાતું નથી પરંતુ નામ અને આકાર બંને દ્વારા જ જાણી શકાય છે.
સિંહ કે વાઘનું નામ જાણી કઈ જંગલમાં જાય, તેટલા માત્રથી સિંહ કે વાઘને ઓળખી શકે નહિ. તેનું નામ જાણવા ઉપરાંત, તેના આકારનું પણ જ્ઞાન થયું હશે, તે જ તે સિંહ કે વાઘને તરત જ ઓળખી શકશે.
એ કારણે અનુપસ્થિત વસ્તુને બંધ કરાવવા માટે, એકલું નામ સમર્થ થઈ શકતું નથી. વળી આકૃતિ જાણી હોય અને નામ ન જાણ્યું હોય તે પણ તે વસ્તુને બોધ થ સર્વથા અશક્ય છે. માટે બેધક શક્તિ નામ કરતાં આકારમાં વિશેષ છે. તે નિર્વિવાદ હકીકત છે.
પ્રશ્ન ૧૯- જડને ચેતનની ઉપમા આપી શકાય ?
ઉત્તર- વસ્તુના ધર્મ અનંત છે. પ્રત્યેક ધર્મને કારણે વસ્તુને જુદી જુદી અનંત ઉપમા આપી શકાય છે.
એક લાકડી ઉપર બાળક સવારી કરે, ત્યારે લાકડી જડ હેવા છતાં તેને ચેતન એવા ઘેડાની ઊપમા અપાય છે. પુસ્તક અચેતન હોવા છતાં તેને જ્ઞાન કે વિદ્યાની ઉપમા અપાય છે. એ જ રીતે સમ્યગજ્ઞાન
રોજ
નક