________________
પ્રકરણ ૧૪ મું
૧૭ ઉત્તર – સ્વ-ઈષ્ટ દેવ-ગુરૂના નામને માની જેએ તે નામવાળી આકૃતિને માનતા નથી તેઓ એક અપેક્ષાએ સ્વ-દેવ-ગુરૂને અનાદર કરવાનું પાપ આચરે છે. જે નામ માત્રથી દેવ-ગુરૂના સ્વરૂપને બોધ થતાં કલ્યાણ થશે તો પછી તાદશ આકારવાળી પ્રતિમાથી બમણે લાભ કેમ નહિ થાય ! વળી મનોવૈજ્ઞાનિક રીતે વિચારતાં માનવીને જેનું નામ ખરેખર ગમતું હોય છે તેની છબી, ફેટે આકૃતિ કે મુતિ તે ખરેખર ગમતી જ હોય છે.
વ્યવહારથી પણ નામ કરતાં અધિક આકર્ષણ પેદા કરવાની શક્તિ આકૃતિ તેની મૂર્તિમાં હોય છે, એ લોકમત છે. એટલે તો જેનું નામ પિતે લેતા હોય છે તેની આકૃતિ જોવાની તાલાવેલી માનવને રહ્યા કરે છે અને તે આકૃતિના અભાવમાં કલ્પિત આકૃતિ દ્વારા પણ તેઓ મન મનાવે છે.
અહીં એ સમજવું જોઈએ કે એકલે આત્મા અરૂપી, અવિનાશી અને નિરંજન હેવાથી તેનું નામ-નિશાન દેહ-આશ્રિત જ હોય છે. જેનું નામ છે, તેની અકાત હોવી જોઈએ. જેની આકતિ ન હોય, એવી નિરાકાર વતનું નામ હતું જ નથી. શાસ્ત્રમાં અરૂપી આકારને પણ આકાર માનેલે છે. એથી સ્પષ્ટ થાય છે કે- આકાર વિનાની વસ્તુ
* * *
અવસ્તુ છે.
ક
:Ex. તો
આ
નામ અને આકૃતિ દ્વારા ગુણોને બોધ થાય છે. નામની સાથે આકૃતિ લાગેલી જ છે. તેથી જ્યાં સુધી નામ માનવાની જરૂર સવીકારાયેલી છે, ત્યાં સુધી આકૃતિ માનવાની જરૂર પણ સ્વીકારાયેલી છે. આકૃતિ માનવાની જરૂર ત્યારે છૂટી જાય છે, જ્યારે નામ માનવાની જરૂર પણ છૂટી ગયેલી હોય છે.
નામ ગુણનું હોય છે, પણ આકારનું નહિ” એમ કહેનારે વિચારવું જોઈએ કે, ગુણથી તો શ્રી ઋષભદેવ સ્વામી અને શ્રી મહાવીરસ્વામી સમાન છે. તે પછી શ્રી ઋષભદેવસ્વામીનું નામ લેતાં શ્રી મહાવીરસ્વામી કેમ યાદ આવતા નથી ? - જે ગુણનું નામ “મહાવીર હેત તે એ ગુણવાળી સઘળી વ્યક્તિએ મહાવીર નામ લેતાં યાદ આવી જવી જોઈએ. પરંતુ “મહાવીર નામથી એકલા ભગવાન “મહાવીર' જ યાદ આવે છે, તેને હેતુ શે ? તેનું