________________
પ્રતિમા પૂજન
તે એ રીતે ભાવ-અવસ્થાની આરાધના પણ જે આરાધકના શુભ પરિણામને આધારે ફળવતી છે, તો પછી મૂર્તિ અથવા સ્થાપના દ્વારા થતી આરાધનામાં આરાધકના અધ્યવસાયે શુભ નથી, પરંતુ મલિન છે-એમ કેણ કહી શકશે?
ભાવ-અવસ્થાની આરાધના આરાધ્યના વિદ્યમાન કાળમાં કરવાની હોય છે, તે વખતે આરાધ્યની સર્વદેશીય ઉત્તમતા અને ઉપકારિતાને સાક્ષાત્ દેખવાથી ભક્તિ જાગવી સહજ છે. જ્યારે આરાધ્યની સ્થાપના દ્વારા ભક્તિ પ્રાય: આરાધ્યના અવિદ્યમાન કાળમાં કરવાની હોય છે. માટે ભાવ અવસ્થાની આરાધના કરનારાઓ કરતાં સ્થાપના દ્વારા આરાધના કરનારાઓની ભક્તિ અને પૂજયતાની બુદ્ધિ એક અપેક્ષાએ વધારે સ્થિર થયેલી છે, એમ સ્વીકારવું જ પડે.
ઉપકારીની હયાતિમાં ઉપકારીના ઉપકારના સ્મરણ વગેરે કરનારથી ઉપકારીની બીન-હયાતિમાં ઉપકારીના ઉપકારનું સ્મરણ વગેરે કરનાર, ઉપકોરા પ્રત્યે વધુ આદરવાળે છે, એમ અપેક્ષા એ કહી શકાય.
વ્યક્તિની વિદ્યમાનતા કરતાં અવિદ્યમાનતામાં વ્યક્તિને યાદ કરનારા, તેના પ્રત્યે સાચો રાગ ધરાવનારા કહી શકાય. તે જ રીતે પૂજ્યની વિદ્યમાન દશા કરતાં અવિદ્યમાન દશામાં પૂજ્યની ભક્તિ, સાચા અને અંતરંગ ભાવવાળા વિના બીજાથી બની શકે નહિ, એમ અપેક્ષાએ કબુલ કરવું જ પડે !
આજે પરોપકારી શાસનપતિ શ્રી મહાવીર પરમાત્મા વિદ્યમાન નથી, તેમ છતાં તેઓશ્રીના ઉપકારની મહેક વડે જેઓનાં મન-હૃદય મઘમઘે છે, તેઓને તે તેઓશ્રીની મૂર્તિનાં દર્શન, અંધારી રાતે ચન્દ્ર -દર્શન જેટલાં અલાદકારી લાગે, તે સ્વાભાવિક છે,
આજે હૃદયમાં ભક્તિભાવ ન હોવા છતાં પણ દેખાવ ખાતર સ્થાપનાની ભક્તિ કરનારા દેખાય છે-એ તર્ક કરનારે સમજવું જોઈએ કે, એ સ્થિતિ જેમ સ્થાપના માટે હોય છે, તેમ ભાવ-અવસ્થાની ભક્તિ માટે પણ હોય જ છે. ભાવ-અવસ્થાની ભક્તિ કરનારા બધા સાચા ભાવથી જ ભક્તિ કરે છે, એવું નથી હોતું, પરંતુ દેખા દેખીથી, લેભ લાલચ, માયા કે બીજી ખરાબ બુદ્ધિથી ભક્તિ કરનારા પણ હોય જ છે. તેમ સ્થાપના-ભક્તિ કરનારાઓમાં પણ આવા ભેડા ઘણું હોઈ