________________
પ્રકરણ-૫ મું
..,
1'
' ''
જ
'
કે
'
. .
.
એક એવું અદ્ભુત-અનુપમ સ્થાન છે કે જ્યાં જઈ આરાધક વિવિધ તાપ સંતાપને હરનારા અને ત્રિવિધ "આરેચને કરનારા ધર્મને સમ્યક પ્રકારે આરોપી શકે છે, જે અન્ય સ્થાનમાં ભાગ્યે જ શક્ય બને. ગમે તેવા કલામય, ઉન્નત તેમજ વિશાળ રાજમહેલમાં પણ વાતાવરણ તો રાજસ હોય છે, જ્યારે નાનકડા પણ શ્રી જિનચૈત્યમાં હંમેશ ભક્તિનું સાત્વિક વાતાવરણ છવાએલું હોય છે, અને તેનો લાભ આરાધકને મળતો હોય છે.
વળી દેવભક્તિ માટેનાં અલગ, વિશાળ અને મને હર શૈત્યે હોય તેવાં ક્ષેત્રોમાં સુસાધુઓનું આવાગમન સુલભ અને સુશકય બને છે.
સુસાધુઓને ગૃહસ્થના વૈભવ અને ધનસમૃદ્ધિ સાથે કામ હતુ નથી, તેથી સુસાધુઓને, વિહાર મોટે ભાગે તે જ ક્ષેત્રમાં હોય છે, કે જ્યાં વિપુલ પ્રમાણમાં શ્રી જિનેશ્વર દેવની ભક્તિ માટેનાં મનોહર રમૈત્યો વગેરે હોય. કારણ કે તેવાં જ ક્ષેત્રોમાં સુશ્રાવકે અને અર્થ આત્માઓ વિશેષ હેવાનું સંભવિત છે.
પક્ષીઓને ઘટાદાર વૃક્ષે ગમે, એમ સુશ્રાવકોને તેમજ અર્થ આત્માઓને શ્રીજિન રૌથી મંડિત ક્ષેત્રો ખાસ ગમતાં હોય છે. આવાં ક્ષેત્રોના પ્રભાવે શ્રાવક શ્રાવિકા તેમજ સાધુ સાધ્વીજીઓના આરાધક ભાવની સુરક્ષા વગેરે સહેલાઈથી થઈ શકે છે. આમ, એકંદર સાધુસમાગમની સુલભતાનું કઈ પ્રધાન સાધન હોય, તે તે શ્રી જિનેશ્વર દેવની ભક્તિ માટે નિર્મિત થયેલા મનહર મંદિરની વિપુલ સામગ્રી જ છે, " " "
મંદિરે વિના સુસાધુઓનું આવવું પ્રાય: અસંભવિત બને છે અને સાધુ-સમાગમ વિના સુપાત્રદાન, શ્રી જિનવચનનું શ્રવણ તથા સંસારનિસ્તાર માટે અત્યંત ઉપગી સમ્યગદર્શન, દેશવિરતિ, સર્વ વિરત વગેરે ગુણોનો અમૂલ્ય લાભોથી વંચિત રહેવાનું જ થાય છે, એટલું જ નહિ, પરંતુ સાધર્મિક બંધુઓનાં દર્શન પણ દુર્લભ બને છે. પરિણામે સાધમિક-ભક્તિ વગેરે સામ્યત્વને નિર્મળ કરનારા આચારોનું પાલન પણ અશકય બને છે.
જૈન સાધુ-સાધ્વીજીઓ વિહારમાં હોય છે, ત્યારે પણ બે-ચાર ગાઉના ફેરાની પણ પરવા કર્યા સિવાય જે તેટલા અંતરમાં કોઈ જિનાલય હોય છે તે ત્યાં જઈને દેવભકિતનો લાભલેવાનું ચુકતાં નથી.
-
-