________________
પ્રકરણ ૧૩ મું શકીએ ? તે તેઓને કહેવાનું કે, જેનાં રૂપ, રંગ કે વર્ણ નહિ, તેનું ધ્યાન તમે કેવી રીતે કરી શકે.
આ રીતે પ્રગટપણે મૂતિને માનવાની વાતમાંથી છટકવા માટે, માનસિક મૂર્તિ માનવા જતાં, અંતે ધ્યાનહીન દશા અર્થાત્ બેધ્યાન દિશા આવીને ઊભી રહે છે.
જે મૂર્તિ વગર ધ્યાન બનતું જ નથી, તે પછી તેને પ્રગટપણે માનવાની આનાકાની શાને ? માનસિક મૂર્તિ અદશ્ય અને અસ્થિર છે, જ્યારે પ્રગટ મૂતિ દશ્ય અને સ્થિર છે. તેથી ધ્યાનાદિ માટે અત્યંત અનુકૂળ છે. વળી સમવસરણામાં પણ શ્રી તીર્થંકર પરમાત્મા પૂર્વાભિમુખ બિરાજે છે અને બાકીની ત્રણ બાજુ ભગવાનની મૂર્તિ એનું દેવતાઓ સ્થાપન કરે છે-એમ શ્રી સમવસરણ પ્રકરણ, શ્રી સમવાયાંગ સૂત્ર ટીકા, શ્રી તત્ત્વાર્થ સૂત્ર ટીકા વગેરે પ્રાચીન ગ્રન્થ સાક્ષી પૂરે છે.
કેટલાક કહે છે કે, “શ્રી તીર્થંકર પરમાત્માના અતિશયથી ચાર મુખ દેખાય છે પણ ત્રણ તરફ મૂર્તિ છે, એવું નથી ! આ વાત પણ બરાબર નથી. કારણ કે કોઈ પણ શાસ્ત્રોમાં એ રીતે કહ્યું નથી. સમવ; સરણની રચનાથી પણ ચિત્તની એકાગ્રતા માટે મૂર્તિની આવશ્યકતા સિદ્ધ થાય છે. ભગવાનની ભવ્યાતિભવ્ય મૂર્તિના દર્શનથી ભક્તોનાં મન-મેર નાચવા માંડે છે, શ્રદ્ધાળુઓના દિલમાં ઉમંગને સાગર ઉમટે છે, તવદષ્ટાઓની દુનિયામાં દિવ્ય પ્રકાશ છવાય છે, તો સાવ ભદ્રિક જીને ટીકી–ટીકીને જોઈ રહેવાનું મન થાય છે, આમ શ્રી જિન પ્રતિમા સર્વ કક્ષાના જીવો માટે એકાન્ત કલ્યાણકારી છે.
જેઓ પોતે સ્વ કપેલ કલ્પનાથી પરમાત્માનું માનસિક ધ્યાન ધ્યાન કરવા ઉપર ભાર મૂકે છે, તેઓ પણ પોતાના ગુરૂને વંદનાદિ કરવા માટે સે કડો માઈલ દૂર જવાને આરંભ કરતા હોય છે. તે હકીકત જ પુરવાર કરે છે કે, ક૯પનાનું તે ધ્યાન કોઈ નક્કર ભૂમિકા વગરનું હોય છે. માટે તેનાથી કોઈ પ્રકારની તૃપ્તિ તેવા ધ્યાતાઓને થતી નથી. માટે છેવટે તેમને પણ પંચેન્દ્રિય સુધી જીવોની હિંસાની ઉપેક્ષા કરીને પણ સ્વગુરૂ વગેરેને વંદન કરવા જવું પડે છે.
આ હકીકત નિરાકાર ધ્યાનની વાત કેટલી પિકળ અને તર્કહીન છે, તે પૂરવાર કરે છે. કોઈ છમસ્થ આવું ધ્યાન કરી શકતું જ નથી. હા, તેવી વાત કરી શકે છે પણ તેને કોઈ અર્થ નથી.
આ નાનકડા પર નક,