________________
પ્રકરણ ૧૩ મું
૮૭ આમાંનું કશું હોતું નથી. તે પછી સાધુ શ્રી વીતરાગદેવની બરાબરી કેવી રીતે કરી શકે?
પર્યકાસને રહેલી સૌમ્ય દષ્ટિવાળી વીતરાગ અવસ્થાની પ્રતિમા તે શ્રી અરિહંત પરમાત્મા તુલ્ય છે. વીતરાગની મૂર્તિને વીતરાગને નમૂને કહેવાય, પણ સાધુને નહિ. સાધુના નમૂનાને જ સાધુ કહેવાય.
શ્રી અંતગડ દશા સૂત્રમાં કહ્યું છે કે – “હરિણગામેથીની પ્રતિમાને આરાધવાથી તે દેવ આરાધ્ય છે. તેમ શ્રી વીતરાગ પરમાત્માની મૂતિને આરાધવાથી શ્રી વીતરાગ પરમાત્મા આરાધ્ય થાય છે.
પ્રશ્ન ૯ – શ્રી જિન પ્રતિમાને શ્રી જિનરાજ સમજી નમસ્કાર કરો, તે તે નમસ્કાર મૂર્તિને થયે, ભગવાનને નહિ, કારણ કે ભગવાન તે મૂર્તિથી અલગ છે, મૂર્તિને નમસ્કાર કરવાથી ભગવાનને નમસ્કાર નહિ થાય અને ભગવાનને નમસ્કાર કરવાથી મૂતિને નમસ્કાર નહિ થાય, તેનું શું સમાધાન છે ?
ઉત્તર – મૂતિ અને ભગવાન સર્વથા જુદા નથી. એ બેમાં કાંઈક અભેદ છે શ્રી જિનમૂતિ ને નમસ્કાર કરતી વખતે, શ્રી જિનેશ્વર ભગવાનના ભાવ લાવીને નમસ્કાર કરવામાં આવે છે, માટે જુદા કહેવાય. મૂર્તિને નમસ્કાર કરનારા સર્વ, કેવળ મૂર્તિને નહિ, પણ મૂર્તિમાં સ્થાયી પરમાત્માને નમસ્કાર કરે છે, તે હકીકત સ્થાપ્યસ્થાપના વચ્ચે રહેલા અભેદને પુરવાર કરે છે.
મૂર્તિને નમસ્કાર કરતી વખતે મનમાં કોને નમવાનો ભાવ હોય છે, તે મુખ્ય બાબત છે. મૂર્તિને પાષાણ આદિની ઉત્તમ એક કલાકૃતિ સમજીને કેઈ નમસ્કાર કરતું નથી. પણ ભગવાન છે એવા ભાવ સાથે જ નમસ્કાર કરે છે, વંદન કરે છે, પૂજન કરે છે, સ્તવન કરે છે. - રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્ર એ બે વચ્ચે રહેલા અભેદને સ્વીકાર કરીને સમર્થ રાષ્ટ્રપતિએ પણ રાષ્ટ્રધ્વજને સલામ કરે છે, તેમ શ્રી જિનપ્રતિમા અને શ્રી જિનરાજ વચ્ચે રહેલો અભેદને સ્વીકાર કરીને પૂર્વધર મહર્ષિએ પણ શ્રી જિનપ્રતિમાને નમસ્કાર કરે છે.
પ્રશ્ન ૧૦ – નિરાકાર પરમાત્માની ઉપાસના ધ્યાન દ્વારા થઈ શકે છે. તે પછી મૂર્તિ પૂજાને માનવાનું શું કારણ?
-
-
- -
-
-
-
,.
ના દિહોર માર “
મન ન
વ
*
*'", ફા:
: - કામ