________________
પ્રકરણ-૧૪ મુ
૯૯
પમાડયે. નહિતર હું આજે પણ નિાદમાં હાત, નિગાદનાં કલ્પનાતીત દુઃખામાં સબડતો હોત, આત્ત ધ્યાન અને રૌદ્રધ્યાનના લાવાકુંડમાં તરફડતા હાત અને અચિત્ત્વ શક્તિશાળી જીવત્ત્વથી પણ અજ્ઞાત હાત. પ્રભુજીની સ્તુતિ માટેના જે ઉત્તમ શબ્દો અત્યારે હું ખેલી રહ્યો છું, તે પ્રતાપ પણ તેઓએ વહાવેલી ગુણજ્ઞાનની ગગાના છે.”
આમ સવ અપેક્ષાએ અત્યંત ઉપકારી એવા હે નાથ ! આપ મને ભજવા-પૂજવા-સ્તવવા મળ્યા છો, તે જ મારા મહદ્ ભાગ્યની નિશાની છે એટલે નિશદિન આપના ગુણ ગાતા રહું અને બીજો કોઇ ધંધા ન કરૂ, એવા ભાવ અત્યારે આપની પ્રતિમાના દર્શને મારા દિલમાં ઉછાળા મારી રહ્યો છે.”
ગ
આવું પાવનકારી ભાવ-નાન કરવાને ધન્ય અવસર શ્રી જિનેધરદેવની શાન્તાકાર મૂર્તિના દર્શને પ્રાપ્ત થાય છે. માટે ઉત્તમ જીવા અકારણ-વત્સલ એવા આ પ્રભુજીની જળ, ચ ંદન, કેસર, બરાસ, પુષ્પ, ધૂપ, દીપ, અક્ષત, ફળ, નૈવેદ્ય વગેરેથી નિત્ય પૂજા કરે છે, કિમતી અલકારા ચઢાવે છે, ભક્તિ માટે યથાશક્તિ દ્રવ્ય ખર્ચે છે અને વિચારે છે કે ‘જો હું ભક્તિ કરીશ, તેા તરવા સાથે અન્યાના નિસ્તારમાં પણ નિમિત્ત ખનીશ, કારણ કે મારી ભક્તિ જોઇ બીજા માણસા પશુ તેની અનુમેાદના કરશે તથા અનેક ભવ્ય આત્માએ પણ પ્રભુની સેવા-ભક્તિ કરવામાં તત્પર થશે.
પુણ્યશાળી શ્રાવક દ્રવ્યપૂજા સમાપ્ત થયા બાદ ભાવ-પૂજા કરે, તે વખતે શ્રી જિનશ્વરદેવના ગુણાને વિચારી પેાતાના આત્માની સાથે સરખામણી કરે કે
અહા ! પ્રભુજી ! આપ નિરાગી છે અને હું રાગી .
હે જગવલ્લભ ! આપ અદ્વેષી છો અને હું દ્વેષી છું. હે ક્ષમાસાગર! આપ અક્રોધી છો અને હુ ક્રોધી છું. હે વિશ્વર ! આપ અકામી છો અને હું કામી છું. હે ત્રિભુવનપતિ ! આપ નિવિષયી છો અને હુ વિષયી છું. હે કૃપાવતાર ! આપ અમાની છો અને હું માની છુ”, હે દયાસાગર ! આપ અમાર્યો છો અને હું... માચી છું.