________________
પ્રતમાં પૂજન
એ રીતે કુલ પચીસ બોલ થયા તેમાં ગુરૂ મહારાજની હદમાં બે વાર પ્રવેશ કરે અને એક વાર નીકળવું, એ પ્રત્યક્ષ ગુરના અભાવે તેમની સ્થાપના વિના કેવી રીતે શકય બને ? એ જ વંદનાના પાઠમાં ગુરૂ મહારાજની આજ્ઞા માગી અંદર પ્રવેશ કરવાનું સ્પષ્ટ ફરમાન છે.
જેમકે
જાકાર
"इच्छामि खमासमणो व दिउजावणिज्जाए निसीहिआए अणुजाणह मे मिउग्गह निसीहि अहो कायं काय संफासं खमणिज्जो मे વિદ્યાનો ”
અર્થ :- હું ઈચ્છું છું કે હે ક્ષમાશ્રમણ ! વંદન કરવાને, પાપ વ્યાપારથી રહિત શરીરની શક્તિ વડે, મિત અવગ્રહ એટલે સાડા ત્રણ હાથ પ્રમાણુ જે ક્ષેત્ર-તેમાં પ્રવેશ કરવાની મને આજ્ઞા આપે.
તે વખતે ગુરૂની આજ્ઞા લઈ શિષ્ય નિરીદ એટલે ગુરૂ વંદના. સિવાય બીજી ક્રિયાને નિષેધ કરી, અવગ્રહમાં પેસે અને બે હાથે લલાટે લગાડી, ગુરૂના ચરણે સ્પર્શ કરતાં
એ જ સં ' ' વગેરે પાઠ કહે. જેનો અર્થ એ છે કે- “હે ભગવંત ! આપની અધે કાયા એટલે આપના ચરણ કમળને મારી ઉત્તમ કાયા એટલે મારા મસ્તકે વડે સ્પર્શ કરતાં, આપને જે કાંઈ ખેદ ઉપજાવ્યું હોય, તેની ક્ષમા કરે !
આ રીતે અનેક સ્થાને ગુરૂ મહારાજની આજ્ઞા માગીને ક્રિયા. કરવાની હોય છે. તેમાં ગુરૂના વિરહ, ગુરૂની સ્થાપના વિના કેવી રીતે ચાલી શકે ? જે કહેશે કે, ગુરૂ અવસ્થાની આકૃતિ મનમાં કલ્પીને આજ્ઞા વગેરે માગીશું ! તે સ્થાપના નિક્ષેપાને સહજપણે સ્વીકાર થઈ જ જશે. વળી કાળ કરીને અન્ય ગતિમાં ચાલ્યા ગયેલા ગુરૂએ ને યાદ કરીને તેમના ગુણગાન કરવામાં આવે છે, તે કયા નિક્ષેપાને આશ્રયીને સમજવાશે ગુરૂપણાનો ભાવ નિક્ષેપે તો તે વખતે હયાત છે નહિ. ભાવ નિક્ષેપે ગુરૂ અન્ય ગતિમાં છે. તેમ છતાં પણ, “ગુરૂપણાની પૂર્વ અવસ્થાને મનમાં કલ્પીને ગુણગાન કરવામાં આવે છે.” એમ કહેવાથી, સ્થાપના નિક્ષેપ અને દ્રવ્ય નિક્ષેપ ઉભય માનવા લાયક સિદ્ધ થઈ જાય છે.