________________
૫૮
પ્રતિમા-પૂજન
શ્રી જિનબિંબનું પ્રમાર્જન કરવાથી સે ગણું ફળ મળે છે. શ્રી બિંબનું વિલેપન કરવાથી હજારગણું ફળ મળે છે. શ્રી જિનબિંબને સુગંધી પુષ્પોની માળા પહેરાવવાથી લાખગણું ફળ મળે છે અને શ્રી જિનબિંબ સન્મુખ ગીત-નૃત્યાદિ વડે ભાવભકિત કરવાથી અનંતગણું ફળ મળે છે. પ્રભુદર્શન કરતાં જે ફળ મળે છે તેના કરતાં ઉત્તરોત્તર અધિક ફળ આ રીતની શ્રી જિનભક્તિ કરતાં મળે છે, એ આ લોકને ભાવાર્થ છે.
આ જ વાતને સરળ ગુજરાતી પદ્યમાં રજુ કરતાં શ્રી જ્ઞાનવિમળ સૂરીશ્વરજી ફરમાવે છે કે
જિનવરબિંબને પૂજતાં, હોય શતગણું પુણ્ય સહસગણું ફળ ચંદને, જે લેપે તે ધન્ય – ૧ લાખગણું ફળ કુસુમની, માળા પહેરાવે અનંતગણું ફળ તેહથી, ગીત ગાન કરાવે – ૨ તીર્થંકર પદવી વરે, જિનપૂજાથી જીવ, પ્રીતિ ભક્તિપણે કરી, સ્થિરતાપણે અતીવ – ૩ જિન પડિમાં જિન સારિખી, સિદ્ધાન્ત ભાખી, નિક્ષેપ સહુ સારિખા, થાપના તિમ દાખી – 3 ત્રણ કાળ ત્રિભુવનમાંહી, કરે તે પૂજન જેહ, દરિશન કેરું બીજ છે. એહમાં નહિ સંદેહ - ૫ જ્ઞાનવમળ પ્રભુ તેહને, હોય સદા સુપ્રસન્ન, એહી જ જીવિત ફળ જાણીએ, તેહી જ ભવિજન ધન–૬.
તે ભવ્ય આત્માને ધન્ય છે. જે નિત્ય અપૂર્વ ઉલ્લાસપૂર્વક ઉત્તમ દિવ્ય વડે ત્રિજગપતિ શ્રી જિન-પ્રતિમાની શાસ્ત્રીય વિધિ પ્રમાણે પૂજા ભકિત કરે છે.
શાન્ત-રસના મહા–સાગર સમી શ્રી જિન પ્રતિમાના દર્શન કર વાથી જે ફળ મળે છે, તેના કરતાં અધિકાધિક ફળ તે પ્રતિમાજીને અંગલૂછણાં, ચંદનને લેપ વગેરે કરવારૂપ ભકિતથી મળે છે.
અહીં જે ફળનું વર્ણન કર્યું છે એટલું તે શ્રી જિનપ્રતિમાની ભક્તિથી મળે જ છે. જ્યારે તે સમયે પરણામની ધારા વિશુદ્ધ થતાં અધિકફળ પણ શ્રીજિનપૂજકને મળ્યાના દાખલા છે તેમજ મળતું હોવાના શાસ્ત્રીય પ્રમાણે છે. તે ફળ એટલે કરડે વર્ષે પણ ધરાશાયી
.
૬
' ,
,