________________
૭૨
આ
જ
પ્રતિમા પૂજન આ ઉપરથી વિચારવું જોઈએ કે, પરમ પૂજનીય પરમપકારી આરાધ્યતમ, અનંત જ્ઞાની દેવાધિદેવ શ્રી ર્તીથકર પરમાત્માની શાન્ત, નિર્વિકાર અને ધ્યાનારૂઢ ભવ્ય મૂર્તિના દર્શનથી, શ્રી તીર્થ કરે પરમાત્માના ગુણનું સ્મરણ અવશ્ય થાય. તથા તેઓશ્રીની તે મૂતિને માન આપ્યાથી ખૂદ તેઓશ્રીને વિનય કર્યો-એમ અવશ્ય કહેવાય. એટલું જ નહિ, પણ તેઓશ્રીની મૂર્તિનાં વારંવાર દર્શન-પૂજન-સેવનથી તેઓશ્રીના ભાવ-નિક્ષેપો ઉપરનો આદર અને પ્રેમ દિવસે-દિવસે અધિક ને અધિક વધતું જ જાય,
જે વસ્તુના ભાવ નિક્ષેપો પર પ્રેમ હોય છે તેની સ્થાપના વગેરે ઉપર પણ પ્રેમ આવે છે. તેમ જેના ભાવ નિક્ષેપ પર દ્વેષ હોય, તેનાં નામ, સ્થાપના વગેરે ચારે નિક્ષેપ પર દ્વેષબુદ્ધિ પણ થાય જ છે. સાક્ષાત્ શત્રુને જોઈને જેમ વૈરભાવ પેદા થાય છે, તેમ તેની મૂર્તિ જોવાથી કે નામ વગેરે સાંભળવાથી પણ દ્વેષભાવ અવશ્ય પ્રગટે છે,
આ દૃષ્ટિએ જોતાં પરમોપકારી પરમાત્મા શ્રીજિનેશ્વરદેવના ચારે નિપા, ભાવનિક્ષેપ પર જેને ભક્તિ હોય એના માટે એક સરખા પૂજ્યતમ તથા આરાધ્યતન ઠરે છે. જેના ગુણ ગમે, તે ગણવાનની આકૃતિને મસ્તક નમે અને જે ન નમે તે માનવું પડે કે, તેને તે પુરૂષના તે તે ગુણ ગમતા હોવાની તેની વાત પોકળ છે. | મને ભારતદેશ ગમે છે એવું બોલનાર માણસ, જે ભારતના રાષ્ટ્રધ્વજનો અનાદર કરે છે, તેનું ઉકત કથન કેવું ઠરે ! પિકળ જ ઠરે ને! તે રીતે જેઓને શ્રી જિનેશ્વર દેવનો ભાવ નિક્ષેપ ગમે છે, તેની ભક્તિ ગમે છે, તેઓને શ્રીજિન પ્રતિમાની ભક્તિ તરફ અણગમે હોય, તે કહેવું પડે કે તેઓની ભાવ નિક્ષેપાની ભક્તિ ભાવપૂર્વકની નથી પણ ઉપલક છે.
નિયમ તે એ છે કે જે જીવ પ્રત્યક્ષ વિદ્યમાન ન હોય, તેના ઉપર. શુદ્ધ ભાવ પેદા કરવા માટે તેની સ્થાપનાની ભક્તિ એ શ્રેષ્ઠ ઉપાય છે વિના સ્થાપના અવિદ્યમાન વસ્તુ પ્રત્યે શુદ્ધ ભાવ પ્રગટ કરી શકાતે -નથી.
ચારે નિક્ષેપણ આ રીતે પરસ્પર સંબંધ ધરાવે છે. એક વિના , બીજે નિક્ષેપ રહી શકતું જ નથી. સ્થાપનાને આદર નહિ કરનારને પૂછવાનું કે, વર્તમાન સમયમાં જે નોટોનું ચલણ છે, તેવી સે રૂપિયાની એક નેટ તમારી પાસે હેય, તેને તમે સો રૂપિયા માને